ચંદીગઢઃ દેશમાં કોરોનાના કેર વધતો જાય છે, હરિયાણામાં કોરોના વાયરસે બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. બુધવારે અહીં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 302 નવા કેસો સામે આવ્યા છે. આ નવા કેસોમાં 229 રાજ્યના ત્રણ સૌથી વધુ પ્રભાવિત જિલ્લા ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપતમાંથી નોંધાયા છે.

રાજ્યના સ્વાસ્થ્ય બુલેટિનમાં કહેવાયુ છે કે ગુરુગ્રામમાં એકલા કોરોના વાયરસના 132 નવા કેસો મળ્યા, આના એક દિવસ પહેલા, મંગળવારે હરિયાણામાં 296 નવા કેસો સામે આવ્યા હતા. 302 નવા કેસોની સાથે જ હરિયાણામાં કોરોના વાયરસના કુલ કેસો વધીને 2954 થઇ ગયા છે, જ્યારે એકલા ગુરુગ્રામમાં કુલ કેસો 1195 થઇ ગયા છે.

રાજ્યના બુલેટિન અનુસાર, નવા કેસોમાંથી 69 કેસો ફરીદાબાદથી, 28-28 કેસો સોનીપત અને નરનૌલથી, 10 કરનાલથી, 8-8 કેસો અંબાલા અને હિસારથી, 7 રોહતકથી, 6 નૃહથી, 1-1 કેથલ, કુરુક્ષેત્ર, ભિવાની, ફતેહાબાદ, પાનીપત અને પંચકૂલામાં નોંધાયા છે.