નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનુ સંકટ વધુને વધુ ઘેરાતુ જઇ રહ્યું છે. આ બધાની વચ્ચે સ્વસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે દેશમાં તબલીગી જમાતના લોકોએ કોરોનાના સંકટને વધાર્યુ છે. દિલ્હીમાં તબલીગી જમાતના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ કે, જો તબલીગી જમાતના કેસો સામે ના આવતા તો દેશમાં કોરોનાથી પરિસ્થિતિ કંઇક અલગ હોત. એકલા તબલીગી જમાતના 21 રાજ્યોમાં 1095 પૉઝિટીવ કેસો અત્યાર સુધી સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયમાં જૉઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે ડેલી બ્રીફ્રિંગમાં જણાવ્યુ કે અત્યાર સુધી દેશના 274 જિલ્લા કોરોનાથી પ્રભાવિત થયેલા છે.

તેમને જણાવ્યુ કે, તબલીગી જમાતના કેસો ના હોતા તો ભારતમાં સંક્રમણનો દર ખુબ ધીમો હોત. અગ્રવાલે કહ્યું- કૉવિડ-19ના કેસો હાલમાં એવરેજ 4.1 દિવસમાં ડબલ થયા છે, જો તબલીગી જમાતના કેસો સામે ના આવતા તો ડબલ થવાની એવરેજ 7.4 દિવસનો સમય લાગતો.



સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 3577 કેસોમાંથી 2119 એક્ટિવ કેસ છે, આમાં 274 લોકો સ્વસ્થ એટલે કે સાજા થઇને ઘરે પહોંચ્યા છે. એક વ્યક્તિ સાજો થઇને દેશની બહાર જઇ ચૂક્યો છે.



તબલીગી જમાતના કારણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કાલે કોરોનાના નવા 58 દર્દીઓ સામે આવ્યા છે. રાજ્યમાં આ સાથે આંકડો 500ને પાર પહોંચી ગયો છે, એકલા દિલ્હીમાં તબલીગી જમાત સાથે જોડાયેલા કેસની સંખ્યા 320 છે.