દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ રવિવારે વધીને 3500ને પાર થઈ ગયા છે અને મૃતકોની સંખ્યા 83એ પહોંચી ગઈ છે. તેમાંથી અંદાજે 30 ટકા કેસ તબલિગી જમાનના હોવાનું કહેવાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 3219 લોકો હજુ પણ કોવિડ-19થી સંક્રમિત છે, જ્યારે 274 લોકો રિકવર થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, 472 નવા કેસ 24 કલાકમાં આવ્યા છે. સંક્રમણનું વિસ્તરણ દેશના 272 જિલ્લા સુધી પહોંચી ગયું છે. જો તબલિગીની ઘટના ન થઈ હોત તો કેસ 7.1 દિવસમાં બે ગણા થતા હતા જ્યારે હાલમાં 4.1 દિવસમાં બે ગણા થઈ રહ્યા છે. તેમણે કહ્યું, “આજે કેબિનેટન સચિવને દેશના તમામ જિલ્લાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠ કરી. તમામ ડીએમને પોત પોતાના જિલ્લામાં ડિસાસ્ટર મેનેજમેન્ટ આયોજન કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, આઈસીએમઆરએ એક એડવાઈઝરી બહાર પાડી ને કહ્યું છે કે, થૂકવાથી પણ બીમારી ફેલાઈ શકે છે. માટે લોકોને બહાર થૂકવાથી બચવાની અપીલ કીર છે.”
ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે, રાજ્ય સરકાર લોકડાઉનને પ્રભાવી રીતે લાગૂ કરી રહી છે. જરૂરી વસ્તુઓ અને સેવાઓની સ્થિતિ સંતોષજનક છે. 27661 રાહત શિબિર અને આશ્રય સમગ્ર ભારતમાં તમામ રાજ્યમાં બનાવવામાં આવ્યા છે. 23924 સરકાર દ્વારા અને 3737 બિન સરકારી સંગઠનો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે. 12.5 લાખ લોકોને તેમાં આશ્રય મળે છે. 19460 ખાદ્ય શિબિર પણ લગાવવામાં આવી છે.