મહારાષ્ટ્રમાં કોરોનાને વધતો જોઇને મુખ્યમંત્રીએ બુધવારે મંત્રીમંડળની એક બેઠક પણ બોલાવી હતી, જેમાં આ રાજ્યના તમામ જિલ્લાધિકારીને આદેશ અપાયા કે કોરોનાના કારણે તે પુરેપુરી સાવધાની રાખે અને યોગ્ય પગલા ભરે. ખાસ વાત છે કે મહારાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં કોઇને કોઇ પ્રકારના પ્રતિબંધો કે કર્ફ્યૂ કે લૉકડાઉન જાહેર કરવામાં આવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો રિક્વરી રેટ 95 ટકા હતો, તેમાં પણ ઘટાડો આવી ગયો છે. મંગળવારે નવા કોરોનાના કેસ 6218 હતા, સોમવારે 5210 નવા કેસ સામે આવ્યા હતા, પરંતુ બુધવારે તે રેકોર્ડ વધારો થઇ ગયો. અહીં એક જ દિવસમાં 8807 નવા કેસ આવતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાનો કેસથી દેશમાં પણ ચિંતા વધી છે.