ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી એક વખત વધી રહ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 16,738 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 89357 ટકા નવા કેસ સાત રાજ્યોમાંથી સામે આવ્યા છે. આ રાજ્યમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને છત્તીસગઢ છે.
મહારાષ્ટ્રમાં સતત વધી રહ્યા છે કે કોરોનાના કેસ
ઉલ્લેખનીય છે કે સૌથી વધુ કોરોના સંક્રમણના નવા કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 8,807 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. બાદમાં કેરળમાં 4,106 નવા કેસ નોંધાયા છે. આ રીતે પંજાબમાં 558, તમિલનાડુમાં 463, ગુજરાતમાં 380, મધ્યપ્રદેશમાં 344 અને કર્ણાટકમાં 334 નવા કેસ નોંધાયા છે.
હાઈ લેવલ મલ્ટી ડિસિપ્લિનરી ટીમોને રાજ્યોમાં મોકલવામાં આવી
કેંદ્ર સરકારે કોરોના સંક્રમણના વધતા કેસ બાદ કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં હાઈ લેવલ મલ્ટી ડિસિપ્લિનરી ટીમો આ રાજ્યોમાં મોકલવામાં આવી છે. જે વધતા કેસનું કારણ જાણી સાથે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી તેને રોકવા માટે તેમની તૈયારીમાં મદદ કરશે.
Coronavirus: દેશના 90 ટકા કેસ સાત રાજ્યોમાં નોંધાયા, ગુજરાતનો પણ સમાવેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2021 05:17 PM (IST)
ભારતમાં કોરોના વાયરસના કેસ ફરી એક વખત વધી રહ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 16,738 નવા કેસ સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -