કર્ફ્યૂ અંગે શું કરાઇ ચોખવટ
કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસનો ફરીથી ઉથલો માર્યો છે. કેસો સતત વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇનમાં આ વાતને ધ્યાનમાં રાખીને સાવધાની માટે માત્ર નાઇટ કર્ફ્યૂની પરમીશન આપવામાં આવી છે. કેન્દ્રએ એ સ્પષ્ટતા કરી છે કે રાજ્ય લૉકડાઉન નથી લગાવી શકતા માત્ર નાઇટ કર્ફ્યૂ લગાવી શકે છે.
કયા કયા રાજ્યોમાં વકર્યો છે કોરોના
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 61 ટકા નવા કેસો માત્ર 6 રાજ્યોમાંથી નોંધાયા છે, આમાં કેરાલા, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સામેલ છે. કેરાલામાં છેલ્લા 24 કલાકમાં 6,491 કેસો રિપોર્ટ થયા છે. મહારાષ્ટ્રમાં 6,159 અને દિલ્હીમાં 5,246 કેસો સામે આવ્યા છે. વળી પશ્ચિમ બંગાળમાં 3,528, રાજસ્થાનમાં 3,285 અને ઉત્તરપ્રદેશમાં 2,305 નવા કેસો સામે આવ્યા છે.
દેશમાં કોરોનાનો ઉથલો
કોરોના વાયરસે દેશમાંથી ઉથલો માર્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા વધીને 92 લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 44,489 નવા કેસો સામે આવ્યા છે, અને 524 દર્દીઓના મોત થઇ ગયા છે. આની સાથે ભારતમાં 92,66,705 લોકો સંક્રમિત થયા છે, અને 1,35,223 લોકોના મોત થયા છે. વળી આ સંક્રમણથી અત્યાર સુધી 86,79,138 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.