ઉલ્લેખનીય છે કે, વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નવી ગાઇડ લાઇન જાહેર કરી છે, કેટલીક જગ્યાએ પાબંદીઓ લગાવી રાખી છે. ગાઇડલાઇનમાં સ્પષ્ટતા કરી છે કે દેશમાં હવે ક્યાંય લૉકડાઉન નહીં લગાવવામાં આવે માત્ર નાઇટ કર્ફ્યૂની પરમીશન છે.
ભારતમાં કોરોનાનો કેર યથાવત છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 92 લાખને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 44,489 નવા કેસો સામે આવ્યા છે, અને 524 દર્દીઓના મોત થઇ ગયા છે. આની સાથે ભારતમાં 92,66,705 લોકો સંક્રમિત થયા છે, અને 1,35,223 લોકોના મોત થયા છે. વળી આ સંક્રમણથી અત્યાર સુધી 86,79,138 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.