Mask: દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. કોરોનાના વધતાં કેસના કારણે ઘણા રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે ચંદીગઢ પ્રશાસને પણ મહત્વનો ફેંસલો લેતા ફરીથી માસ્ક પહેરવું ફરજિયાત કર્યુ છે. માસ્ક ન પહેરવા પર 500 રૂપિયા દંડ આપવો પડશે. આ પહેલા ચંદીગઢ પ્રશાસને 5 એપ્રિલે જાહેર સ્થળોએ માસ્ક પહેરવા સહિતના કોરોના પ્રતિબંધો હટાવી દીધા હતા. પરંતુ કેસમાં વધારો થવાના કારણે આપવામાં આવેલી રાહત પરત ખેંચી લેવામાં આવી છે.
ચંદીગઢ પ્રશાસને કોવિડ-19ને લઈ નવી એડવાઇઝરી જાહેર કરીને લોકોને નિયમિત માસ્ક પહેરવા, ભીડવાળી ડગ્યાએ પેસ માસ્ક પહેરવા, જાહેર પરિવહન, સિનેમા હોલ, શોપિંગ મોલ અને ડિપાર્ટમેંટ સ્ટોર્સ, ક્લાસરૂમમાં કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે. કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદ ફરીથી લાગુ કરનારું ચંદીગઢ માત્ર નથી પરંતુ અન્ય રાજ્યો પણ છે. આ રાજ્યોમાં દિલ્હી, તમિલનાડુ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લા છે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2541 નવા કેસ અને 30 સંક્રમિતોના મોત થયા છે. રવિવારે 2593 કેસ નોંધાયા હતા અને 44 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2527 નવા કેસ અને 33 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 16 હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 16,522 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,223 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,21,341 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 18,71,95,781 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 3,64,210 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ 0.84 ટકા છે.
આ પણ વાંચોઃ
GST Price Hike: ચોકલેટ, ગોળ, હેન્ડબેગ સહિતની 143 વસ્તુઓ થશે મોંઘી, જાણો વિગત
Agriculture News: Due to onion price falls farmers takes this bold step check in details
Fact Check: શું મોદી સરકાર બધા વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહી છે લેપટોપ ? જાણો શું છે હકીકત
નીટ એમડીએસ 2022ના એડમિટ કાર્ડ આજે થશે જાહેર, આ રીતે કરો ડાઉનલોડ