આ દરિયાન વિશ્વના અનેક દેશોએ ચીનથી મંગાવેલો સામાન હલકી ગુણવત્તાનો હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, ભારત તરફથી આવી કોઈ ફરિયાદ સામે નથી આવું પરંતુ અનેક યૂરોપિયન દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.
કોરોના વાયરસ મહામારી સામે ઝઝૂમ્યા બાદ ચીનની અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જ્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ ઉત્પાદન ઠપ થઈ ગયું છે. જેને જોતાં ચીન વધુમાં વધુ ઉત્પાદન કરીને માલ વિશ્વને વેચવા માંગે છે. કોરોના વાયરસના કારણે મોટાભાગના દેશોને મેડિકલ ઉપકરણની જરૂર છે. જેમાં વેન્ટિલેટર્સ અને પર્સનલ પ્રોટેકશન કિટ (પીપીઈ)ની ભૂમિકા ઘણી મહત્વની છે. હાલ ચીન સમગ્ર વિશ્વમાં તેનો પુરવઠો મોકલી રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 12,380 પર પહોંચી છે. જેમાંથી 414 લોકોના મોત થયા છે અને 1489 સ્વસ્થ થઈ ગયા છે. હાલ સમગ્ર દેશમાં 10,447 એક્ટિવ કેસ છે.