કોલકાતા: કોલ ઈન્ડિયાએ કોરોના વાયરસ સામેની મહામારીને રોકવા માટે પ્રધાનમંત્રી રાહત અને નાગરિક સહાયતા (પીએમ કેયર્સ) ફંડમાં 221 કરોડ રૂપિયા આપ્યા છે. કંપનીએ શુક્રવારે તેની જાણકારી આપી હતી.


કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે કોલ ઈન્ડિયાના કર્મચારીઓએ સ્વેચ્છાએ એક-એક દિવસનો પગાર આપ્યો છે. આઆ રીતે પીએમ કેયર્સ ફંડમાં 61 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ સિવાય કંપનીના કોરપોરેટ સામાજિક ઉત્તરદાયિત્વના મુજબ પીએમ કેયર્સ ફંડમાં 160 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે સંકટના હાલના સમયમાં તમામ પડકારો બાદ પણ કંપનીએ કોલસાનું ઉત્પાદન ચાલુ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં દેશની ઘણી મોટી કંપનીઓ કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડમાં રૂપિયા દાન આપી ચૂકી છે.