સુરક્ષાદળોએ ગોરીપોરા વિસ્તારમાં ચારેય આતંકીઓને ઘેરી લીધા છે. બાકીના આતંકીઓની શોધખોલ ચાલુ છે. તેના એક દિવસ પહેલા કાશ્મીરના બડગામ અને કુલગામ જિલ્લામાં આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો હતો.
શુક્રવારે દક્ષિણ કાશ્મીરમાં બે આતંકીઓએ કુલગામ જિલ્લામાં યારીપોરાથી એક પોલીસકર્મચારીનું અપહરણ કર્યું હતું અને તેને લઈને ક્યાંક જઈ રહ્યા હતા તોએ, પરંતુ આ દરમિયાન સુરક્ષાદળોની એક નાના પાર્ટીએ તેમને રોકી દીધા. ત્યાર બાદ ત્યાં અથડામણ શરૂ થઈ ગઈ અને બન્ને આતંકી માર્યા ગયા અને અપહરણ કરવામાં આવેલ પોલીસકર્મચારીને છોડાવવામાં આવ્યા હતા.
જ્યારે બડગામ જિલ્લામાં આવેલ સીઆરપીએફ કેમ્પમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. એક અધિકારીએ કહ્યું, “આતંકીઓએ કેમ્પ તરફ એક ગ્રેનેડ ફેંક્યો અને ત્યાર બાદ ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યો. સુરક્ષાકર્મચારીઓની જવાબી કાર્રવાઈ પર આતંકી ભાગી ગયા હતા.”