નવી દિલ્હીઃ ભારત બાદ હવે કોરોના વાયરસે જાપાન અને શ્રીલંકામાં પણ ઝડપથી પગપેસારો કર્યો છે, બન્ને દેશોમાં કોરોનાએ ઉથલો મારતા બન્ને દેશોમાં હડકંપ મચી ગયો છે. અહીં ઝડપથી કોરોના વાયરસા નવા કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ બન્ને દેશોમાં કોરોના વાયરસના વધતા કેસોથી અમેરિકા ચિંતિત થયુ છે અને પોતાના દેશના યાત્રિકોને જાપાન અને શ્રીલંકામાં યાત્રા ના કરવા ચેતાવણી આપી દીધી છે.
જાપાન અને શ્રીલંકામાં વધતા કોરોનાના ધ્યાનમાં લઇને સોમવારે અમેરિકન વિદેશ વિભાગે નિવેદન આપ્યુ, તેમાં જણાવાયુ કે આ અઠવાડિયે યાત્રા સલાહનુ મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે, અને અપડેટની સાથે ફરીથી આને જાહેર કરવામાં આવ્યુ છે, આને સ્તર લેવલ 4 સુધી વધારી દેવામાં આવ્યુ છે, સાથે જ જાપાન અને શ્રીલંકાની યાત્રા ના કરવાની ચેતાવણી આપવામાં આવી છે,
યૂએસ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રલ એન્ડ પ્રિવેન્શનના એક નવી એલર્ટમાં કહેવાયુ કે અમેરિકનોને જાપાનની તમામ યાત્રાથી બચવુ જોઇએ, અને જો કોઇને યાત્રા કરવી છે તો તે પહેલા વેક્સિન લે પછી યાત્રા કરી શકે છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે કે જાપાનમાં હાલની સ્થિતિના કારણે પુરેપુરી રીતે વેક્સિન લીધેલા યાત્રીઓને પણ કૉવિડ-19 વેરિએન્ટ મળવા અને ફેલાવવાનો ખતરો થઇ શકે છે, અને તેમને જાપાનની યાત્રાથી બચવુ જોઇએ.
ઓલમ્પિક પર ખતરો.....
જાણકારી અનુસાર, જુલાઇમાં ટોકિયામાં ઓલમ્પિક રમાવવાનો છે, પરંતુ આનાથી થોડાક સમય પહેલા કોરોનાનુ વધવુ ચિંતાનો વિષય છે. મહામારીના કારણે ઓલમ્પિકને પહેલાથી જ સ્થગિત કરવામાં આવી ચૂક્યો છે. જાપાનમાં કૉવિડ-19 કેસોમાં ઝડપથી વધારો થતો દેખાઇ રહ્યો છે. ત્યાં રવિવાર સુધી સાત લાખથી વધુ કોરોના વાયરસના કેસો સામે આવી ચૂક્યા છે.
જાપાન અને શ્રીલંકામાં કોરોનાએ માર્યો ઉથલો.....
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, દેશમાં રવિવાર સુધી 7,14,274 કેસો અને 12,236 મોતો નોંધવામાં આવી છે, વળી 15 મે સુધી દેશમાં કુલ 5,593,436 વેક્સિન ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. આ બધાની વચ્ચે શ્રીલંકામાં સોમવારે એક જ દિવસમાં 2,971 નવા કૉવિડ કેસ સામે આવ્યા છે. વળી દેશમાં સોમવાર સુધી કુલ 167,172 કેસો સામે આવી ચૂક્યા છે.