નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે શનિવારે કહ્યુ કે 21 દિવસના લોકડાઉન બાદ સેવાઓ ફરીથી શરૂ કરવા પર હજુ સુધી કોઇ યોજના જાહેર કરી નથી. મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું કે, તમામ સંબંધિતોને આ અંગે સૂચિત કરવામાં આવશે. રેલવેએ ટ્વિટમાં લખ્યું કે, કેટલાક મીડિયા રિપોર્ટમાં ટ્રેનના કાર્યક્રમ સાથે લોકડાઉન બાદની યોજનાની જાણકારી આપવામાં આવી રહી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે રેલવે પેસેન્જર સેવાઓ ફરીથી શરૂ કરવા અંગે કોઇ યોજના જાહેર કરવામાં આવી નથી. કાંઇ થવા પર જાણ કરવામાં આવશે.



કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં વધી રહ્યો છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના કારણે દેશમાં કોરોના વાયરસમાં વધારો થયો છે. દેશમાં કોરોના પોઝિટીવની સંખ્યા 2900ને પાર થઇ ગઇ છે. આ વાયરસના કારણે દેશમાં 68 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.