નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા રસીકરણ અભિયાન વેગીલું બનાવાયું છે. જોકે રસીના બંને ડોઝ લઇ લીધેલા લોકો પૈકી ઘણા સંક્રમિત પણ થયા છે. આ દરમિયાન કોરોનાના નવા લક્ષણો સામે આવ્યા છે. જે ચિંતાની વાત  છે. પહેલા તાવ, ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળતા હતા પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે.


કોરોનાના નવા લક્ષણો



  • આંગળીઓના રંગ બદલાવા

  • ઓછું સંભળાવું

  • શરીર પર ફોડલીઓ થવી

  • ઉલટી થવી


કોવિડ-19ના સામાન્ય-ગંભીર લક્ષણો



  • તાવ

  • સુકી ખાંસી

  • થાક

  • ગળામાં દુખાવો

  • આંખોમાં તકલીફ

  • ઝાડા, ઉલ્ટી

  • સ્વાદ પારખવાની ક્ષમતા ગુમાવવી

  • માથાનો દુખાવો

  • કોરોના ગંભીર લક્ષણો

  • શ્વાસ લેવામાં તકલીફ

  • બોલવામાં તકલીફ પડવી

  • છાતીમાં દુખાવો


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 31,222 નવા કોરોના કેસ આવ્યા અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 42,292 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,070 એક્ટિવ કેસ ઘટ્યા છે. રિકવરી રેટ 97થી વધારે છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 19,688 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 135 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 63 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે, જયારે 46 ટકા મોત પણ માત્ર કેરળમાં જ થયા છે.



  • કુલ કેસઃ 3 કરોડ 30 લાખ 58 હજાર 843

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 22 લાખ 24 હજાર 937

  • કુલ એક્ટિવ કેસઃ 9 લાખ 92 હજાર 864

  • કુલ મોતઃ 4 લાખ 41 હજાર 042


યુવતી ફ્લેટમાં યુવક સાથે માણી રહી હતી શરીર સુખ ને લિવ ઈન પાર્ટનર આવી ગયો, જાણો પછી શું થયું ?


IND vs ENG: ઓવલ ટેસ્ટમાં ભારતની ઐતિહાસિક જીત બાદ PM મોદીએ શું કહી મોટી વાત ?