નવી દિલ્હીઃ કોરોનાનો બોમ્બ ફરીથી ફુટ્યો છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અનેક શહેરોમાં મર્યાદિત લોકડાઉન લગાવવાની ચર્ચા ચાલી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત બાદ હવે મધ્ય પ્રદેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંકટને લઈને મધ્ય પ્રદેશ સરકારે આજે બપોરે ત્રણ કલાકે બેઠક બોલાવી છે.


ગુજરાતમાં અમદાવાદમાં આજે મોડી રાતથી બે દિવસ માટે સંપૂર્ણ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યુ ભલે બે દિવસનું હોય પરંતુ લોકોમાં ફરીથી ડરની સ્થઇતિ જોવા મળી રહી છે કે ક્યાંક આ કર્ફ્યુ આગળ વધવામાં ન આવે. આ જ કારણે અમદાવાદના બજારોમાં આજે ભારે ભીડ જોવા મળી રહી છે.

મધ્ય પ્રદેશમાં આજે કોરોનાની સમીક્ષા બેઠક

કોરોના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે બપોરે 3 કલાકે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે. કહેવાય છે કે, સંક્રમણવાળા વિસ્તાર માટે નવી ગાઇડલાઈન બહાર પાડવામાં આવી શકે છે. એમપીના ભોપાલ, જબલપુર અને ઇન્દોર શહેર માટે નવી ગાઇડલાઈન બહાર પાડવામાં આવી શકે છે.