દિલ્હીમાં કોરોના વિસ્ફોટ
વિતેલા 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર દિલ્હીમાં સતત ચોથા દવિસે કોરોનાથી 100થી વધારે લોકોના મોત થયા છે. વિતેલા 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મોતનો આંકડો 8512એ પહોંચી ગયો છે.
રાજધાની દિલ્હીમાં કોરોના કેસ એટલા બેકાબૂ થઈ ગાય છે કે સતત ચોથા દિવસે દિલ્હીમાં 100થી વધારે લોકોના મોત થાય છે. બીજા દિવસે પણ 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે. વિતેલા દસ દિવસમાંથી એક હજારથી વધારે લોકોના કોરોનાથી મોત થાય છે અને આ રીતે એક દિવસમાં 100 મોતની સરેરાશ આવે છે.
દિવાળી બાદ સ્થિતિ થઈ ખરાબ
દિવાળી બાદ અત્યાર સુધી તેશમાં કોરોનાથી થયેલ લગભગ દરેક પાંચમું મોત દિલ્હીમાં થયું છે. સ્વાસ્થ્ય વિભાગે જે ડેટા બહાર પાડ્યો છે તે અનુસાર દેશભરમાં 15થી 21 નવેમ્બરની વચ્ચે એટલે કે એક સપ્તાહમાં કુલ 3588 કોરોના દર્દીએ જીવ ગુમાવ્યો છે જેમાં સૌથી વધારે 751 મોત દિલ્હીમાં થયા છે.
ભયાનક આંકડા
- 18 નવેમ્બરના રોજ દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીના સૌથી વધારે 131 મોત થયા.
- જ્યારે 22 નવેમ્બર અને 23 નવેમ્બર, બન્ને દિવસ 121 મોત નોંધાયા જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
- 1 નવેમ્બરથી 23 નવેમ્બરની વચ્ચે 6 વખત કોરોનાથી મોતનો આંકડો 100ને પાર કરી ગયો.
- નવેમ્બર મહિનામાં કોરોનાથી સૌથી ઓછા 42 મોત 2 નવેમ્બરે થયા હતા.