નવી દિલ્હીઃ અમેરિકાના જાણીતા ડો.એંથની ફાઉચીએ કોરોનાનો ડેલ્ટા વેરિયનટ ખૂબ જ ખતરનાક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, બ્રિટનમાં તે 12 થી 20 વર્ષના લોકોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તાજેતરમાં કહ્યું હતું કે કોવિડ-19નું ડેલ્ટા સ્વરૂપ કે બી1.617.2 ભારતમાં ગત ઓક્ટોબર માસમાં સામે આવ્યું હતું અને અત્યાર સુધીમાં 62 દેશોમાં ફેલાઈ ચુક્યું છે.
ડો.ફાઉચીએ કહ્યું અમેરિકામાં જે મામલામાં જિનોમ શ્રુંખલા જોવામાં આવી રહી છે તેમાં છ ટકાથી વધારે મામલામાં ડેલ્ટા સ્વરૂપ જોવા મળ્યું છે. આ સંખ્યા વધી શકે છે. બ્રિટનમાં આ સ્વરૂપે કહેર મચાવવાનું શરૂ કર્યું છે અને એક અંદાજ મુજબ ત્યાં નવા મામલામાં 60 ટકા આ છે. બ્રિટનમા 12 થી 20 વર્ષના લોકોને ઝડપથી ઝપેટમાં લઈ રહ્યો છે. અમે અમેરિકામાં આ નથી થવા દઈએ.
ડેલ્ટા (બી.1.617.2) આલ્ફા (બી.1.1.7) વેરિયન્ટની તુલનામાં 50 ટકા ઝડપથી ફેલાય છે. ભારતમાં કોરોનાનો ડેલ્ટા સૌથી મુખ્ય વેરિયન્ટ છે. ડેલ્ટા વેરિયન્ટના ભારતમાં 12200 કેસ સામે આવ્યા હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે, કોરોનાના આ વેરિયન્ટ દેશના લગભગ તમામ રાજ્યોમાં જોવા મળ્યા છે. ડેલ્ટા વેરિયન્ટની સૌથી વધારે અસર દિલ્હી, આંદ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણામાં જોવા મળી છે.
ભારતમાં ઓક્ટોબર 2020માં મળેલા વેરિયન્ટ B.1.617.2ને ડેલ્ટા (Delta) વેરિયન્ટ કહેવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અન્ય સ્ટ્રેન B.1.617.1નું નામકરણ કપ્પા (Kappa) કરવામાં આવ્યું છે. WHOના નામકરણની આ નવી વ્યવસ્થા વ્યાપક ચર્ચા વિચારણા બાદ શરૂ કરવામાં આવી છે.
દેશમાં કોરોનાની બીજી લહેર કોહરામ મચાવ્યો હતો અને હવે ત્રીજી લહેરને લઈ કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતર્ક છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ સંક્રમિત બાળકોને હવે એન્ટી વાયરલ રેમડેસિવિર નહીં આપી શકાય, ઉપરાંત બાળકોને સ્ટીરોયડ આપવાથી પણ બચવું જોઈએ. આ ગાઈડલાઈનમાં બાળકોની શારીરિક ક્ષમતાને જોવા માટે 6 મિનિટનો વોક ટેસ્ટ લેવાની સલાહ આપવામાં આવી છે. જેમાં બાળકની આંગળીમાં પલ્સ ઓક્સીમીટર લગાવીને તેને 6 મિનિટ સુધી ટહેલવાનું કહેવામાં આવ્યું છે. આ દરમિયાન સેચુરેશન 94થી ઓછું આવે તો તેને શ્વાસ લેવામાં તકલીફ સમજવી જોઈએ. જેના આધારે બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવાનો નિર્ણય લેવો જોઈએ.