ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમૈાં દિલ્હીના ઘણા વિસ્તારોમાં ડૉક્ટરોને મકાન માલિક તરફથી મકાન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. આ એ ડૉક્ટેરો છે જે ઘણા દિવસોથી દિલ્હીમાં કોરોના વાયરસના દર્દીઓની સેવામાં ડ્યૂટી પર છે. આ ડૉક્ટરોએ થોડા દિવસ પહેલા કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખી ભાડાના મકાનોમાંથી મેડિકલ કર્મચારીઓ અને ડૉક્ટરોને હટાવનારા સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેજેરીવાલ સરકારે હોટલ લલિતમાં રૂમ બુક કર્યા છે, એટલે ડૉક્ટરોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ભારતમાં 1190 લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 29 લોકોના મોત થયા છે. જ્યારે 102 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓના 72 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે દિલ્હીમાં બે લોકોના મોત થયા છે.