નવી દિલ્હી: પીએમ મોદીએ મંગળવારે રાત્રે આઠ કલાકે રાષ્ટ્ર જોગ સંબોધનમાં કહ્યું, લોકડાઉનનો ચોથો તબક્કો લોકડાઉન 4 એકદમ નવા રંગ રૂપવાળો હશે, નવા નિયમોવાળો હશે. રાજ્યો પાસેથી અમને જે સૂચનો મળી રહ્યા છે, તેના આધાર પર લોકડાઉન 4 સાથે જોડાયેલ જાણકારી તમને 18 મે પહેલા આપવામાં આવશે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કોરોના સંક્રમણનો મુકાલબલો કરતા દુનિયાને હવે ચાર મહિનાથી વધારે સમય થઈ ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હાલમાં સરકારે કોરોના સંકટ સાથે જોડાયેલી જે આર્થિક જાહેરાત કરી હતી, જે રિઝર્વ બેંકનો નિર્ણય હતો અને આજે જે આર્થિક પેકેજની જાહેરાત થઈ રહી છે, તેને જોડાવામાં આવે તો આશરે 20 લાખ કરોડ રૂપિયા છે. આ પેકેજ ભારતની GDPના આશરે 10 ટકા છે. 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે.

કોંગ્રેસના આ નેતાએ ઉઠાવ્યા સવાલ

રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું, લાખો પ્રવાસી શ્રમિકો પ્રત્યે તમારી અસંવેદનશીલતા અને તેમની તકલીફો દૂર કરવામાં નિષ્ફળતાથી ભારત ખૂબ નિરાશ થયું છે.




મનીષ તિવારીએ કહ્યું, પીએમ મોદીએ માત્ર હેડલાઈન બનાવવાની કોશિશ કરી છે. માત્ર નંબર આપ્યા છે, વિવરણ નથી આપ્યું. તેમણે ટ્વિટ કરીને લક્યું, પીએમ મોદીના ભાષણને એક લાઈનમાં કહેવું હોય તો- હેડલાઈન હંટિંગ ચે. એક સંખ્યા છે વીસ લાખ કરોડ, કોઈ વિવરણ નથી.

આ નેતાએ કરી પ્રશંસા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી દ્વારા અર્થતંત્રને ઉગારવા માટે જાહેર કરેલા વિશેષ આર્થિક પેકેજનું સ્વાગત કર્યું અને મોડેથી લેવામાં આવેલું યોગ્ય પગલું ગણાવ્યું. તેમણે ટ્વિટ કરીને કહ્યું, પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજની રાહ જોવાતી હતી. અમે તેનું સ્વાગત કરીએ છીએ. પેકેજનું વિવરણ આવશે ત્યારે જ ખબર પડશે કે કયા ક્ષેત્રમાં ફાયદો થઈ જવા રહ્યો છે.


મિલિંદ દેવરાએ ટ્વિટ કરીને લખ્યું, પીએમ મોદીએ 266 બિલિયન અમેરિકન ડોલરના આર્થિક પેકેજની સમય પર જાહેરાત કરી છે. જો તેને સાવધાનીથી લાગુ કરવામાં આવશે તો આપણે એક માનવીય સંકટ ટાળી દઈશું. વૈશ્વિક પૂરવઠામાં ભારતની ભૂમિકા અને મેક ઈન ઈન્ડિયા ક્ષમતાનો વિસ્તાર કરીશું.