નવી દિલ્હી: કોરોના વાયરસથી દેશમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે કોરોના વાયરસના કહેરની સામે જંગ લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો જોરદાર મહેનત કરી રહી છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશની મેટ્રો સેવાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચના આપી દીધા છે કે, દેશના 75 જિલ્લામાં લોકડાઉનની પણ જાહેરાત કરી છે. આ તે જિલ્લાઓ છે જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.




દેશના 75 જિલ્લાઓમાં કોરોનાના પોઝિટીવ કેસ મળી આવ્યા છે. આ સાથે અમુક એવા જિલ્લા પણ છે, જ્યાં કોરોના કારણે લોકોનાં મોત નિપજ્યાં છે. આ સાથે જ દિલ્હી મેટ્રો, લખનઉ મેટ્રો, નોઈડા મેટ્રો, કલકત્તા મેટ્રો, કોચ્ચિ મેટ્રો, બેંગલુરૂ મેટ્રોને પણ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ તમામ જગ્યાએ 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.



કેન્દ્ર સરકારે રાજ્યોની સૂચના આપી છે કે, 75 જિલ્લામાં લોકડાઉન કરવામાં આવે. આ એવા 75 જિલ્લા છે જ્યાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓ આવ્યા છે, અથવા તો કોરોનાના કારણે દર્દીઓના મોત થયા છે. આ ઉપરાંત આવા રાજ્યો અને જિલ્લામાં પરિવહનને પણ રોકવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. આ નિર્ણય એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે.



આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, અને વડાપ્રધાનના મુખ્ય સચિવ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારોને પણ આદેશ જાહેર કરવા જણાવ્યું છે. જોકે, લોકડાઉન દરમિયાન જરૂરી વસ્તુ, દવાઓની દુકાનો ચાલુ રહેશે. આ લોકડાઉનમાં હજૂ પણ વધુ જિલ્લાઓની જાહેરાત થઈ શકે છે.