આ દુકાનદારો પર આરોપ છે કે મહામારીના પ્રકોપથી બચવા માટે ઓથોરિટીએ દુકાન બંધ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તેમ છતાં તેમણે દુકાન ખોલી હતી. પિંપરી-ચિંચવાડ પોલીસે આ 16 દુકાનદારો વિરુદ્દ આઇપીસીની કલમ 188 હેઠળ કેસ દાખલ કર્યો છે.
આરોપ સાબિત થતા આ દુકાનદારોને છ મહિનાની જેલની સજા અથવા એક હજાર રૂપિયાનો દંડ અથવા બંન્ને થઇ શકે છે. પૂણે અને પિંપરી-ચિંચવાડ પોલીસે 122 પોલીસ જવાનોની એક ટીમ બનાવી છે. આ ટીમ કોમર્શિયલ એક્ટીવિટી પર નજર રાખી રહી છે જે સરકારના આદેશ છતાં ચાલી રહી હતી. પોલીસ તરફથી જાહેર દિશા નિર્દેશ છતાં જેમણે દુકાનો ખોલી છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં મોટાભાગની દુકાનો ગારમેન્ટ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરની છે.