નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલ 21 દિવસના લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. પીએમ મોદી આજે સવારે 10 કલાકે દેશનો સંબોધિત કરશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા સરકાર હાલમાં લોકડાઉન ખોલવાના તરફેણમાં નથી. પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન એ વાતનો ઉલ્લેખ કરી શકે છે કે દક્ષિણ કોરિયા અને ચીનમાં ફરી આ વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે એવામાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

14 મે સુધી તબક્કાવાર રીતે લોકડાઉન ખોલશે સરકાર

સૂત્રો અનુસાર, એ પણ કહેવામાં આવશે કે વિશ્વના અન્ય દેશોમાં ભારતમાં તેની અસર ઘણી ઓછી છે, કારણ કે સરકારે સમય પર પગલા લીધા હતા. આ સમસ્યાનો સામનો કરવા માટે અત્યાર સુધી કઈ કઈ તૈયારીઓ કરવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવશે. સૌથી મહત્ત્વપૂર્ણ તથ્ય એ છે કે સરકાર આ લોકડાઉનને 14 મે સુધી તબક્કાવાર રીતે ખોલશે. તેના માટે સાપ્તાહિક સમીક્ષા કરવામાં આવે તેવી સંભાવના છે.

  • જે વિસ્તારમાં કેસ વધારે ત્યાં છૂટ આપવામાં નહીં આવે.

  • દિલ્હી અને એનસીઆરમાં પણ છૂટ મળવાની શક્યતા ઓછી છે.

  • એક સાથે ભીડ ન થાય તેના માટે રેલવેનું સંચાલન કરવામાં નહીં આવે.

  • રેલવેને તબક્કાવાર રીતે સમીક્ષાના આધારે ચાલુ કરવામાં આવશે.

  • બાદમાં ધીમે ધીમે પેસેન્ટર ટ્રેનની સંખ્યા વધારાવમાં આવસે.

  • સિનેમા હોલ, મોલ,સ્કૂલ, કોલેજ પણ નહીં ખુલે.


જ્યાં કેસ નથી, ત્યાં મળી શકે છે છૂટ

પીએમ મોદી એ જિલ્લામાં અથવા વિસ્તારમાં કેટલીક છૂટની જાહેરાત કરી શકે છે, જ્યાં કેસ નથી આવ્યા. સાથે જ કેટલાક વિસ્તારમાં કેટલીક કલાકની છૂટ આપવાની પણ સંભાવના છે. જરૂરી સામાન સાથે જોડાયેલ કંપનીઓને કેટલીક હદ સુધી છૂટ આપવામાં આવે તેવી શક્યતા છે, તેના માટે કંપનીઓને એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવશે કે તે સરકાર દ્વારા આપવામાં આવેલ દિશા નિર્દેશો અનુસાર કંપનામાં એક મર્યાદિત સંખ્યામાં કર્મચારી બોલાવીને કામ શરૂ કરી શકે છે. સરકારી કાર્યાલયમાં ધીમે ધીમે કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવશે અને સમીક્ષાના આધારે સંખ્યા વધારવામાં આવશે. જે વિસ્તારમાં લોકડાઉન રહેશે એ વિસ્તારમાં રાજ્ય પ્રશાસનને કડકાઈથી તેનું પાલન કરાવવા માટે કહેવામાં આવશે.