મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે 2 હજારને પાર પહોંચી છે. રાત્રે 9 વાગ્યે મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી આંકડા મુજબ, અત્યાર સુધીમાં 2334 લોકો COVID-19થી સંક્રમિત થયા છે અને 160 લોકોના મોત થયા છે. જેમાંથી 352 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. મુંબઈની વાત કરવામાં આવે તો અહી આજે 150 નવા કેસ નોંધાયા છે અને 9 લોકોના મોત થયા છે.
બીએમસી જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 1549 લોકો કોરોનાથી સંક્રમિત છે. અત્યાર સુધીમાં 100 કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 141 દર્દી સારવાર લઈ સ્વસ્થ થયા છે.
બીએમસીએ દાવો કર્યો છે કે મૃત્ય પામેલા 9 લોકોમાંથી સાતને અન્ય બીમારીઓ પણ હતી અન્ય બે લોકોના મોત અવસ્થા સંબંધી કારણોથી થયા છે. સોમવારે મુંબઈના ધારાવીમાં સંક્રમણના કારણે પાંચમું મોત થયું છે.