પુણેઃ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી. જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ કર્યુ છે. રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે.
થોડા દિવસ પહેલા પણ તેમની તબિયત બગડતાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્ય સુધરતાં વેન્ટિલેટર હટાવાયું હતું. 23 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 25 એપ્રિલ સુધી તેમની સ્થિતિ બરાબર હતી. જે બાદ થોડા કોમ્પલિકેશનના કારણે તેમણે આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જે બાદ તબિયત સ્થિર થતાં વેન્ટિલેટર હટાવાયું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Maharashtra Chief Minister Uddhav Thackeray), રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સની (Maharashtra COVID-19 task force) ટીમને પણ કન્સલ્ટ કરવામાં આવી હતી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,11,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4077 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,62,437 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 46 લાખ 84 હજાર 077
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 7 લાખ 95 હજાર 335
- કુલ એક્ટિવ કેસ - 36 લાખ 18 હજાર 458
- કુલ મોત - 2 લાખ 70 હજાર 284
18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 22 લાખ 20 હજાર 164 ડોઝ આપવામાં આવ્યા છે.
કેટલા રાજ્યોમાં છે એક લાખથી વધુ એક્ટિવ કેસ
11 રાજ્યોમાં એક લાખથી વધારે કેસ છે. જ્યારે 8 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા કેસ છે. એક સમયે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢમાં વધારે એક્ટિવ કેસ નોંધાતા હતા પરંતુ હવે તેમાં ઘટાડો થયો છે. એક્ટિવ કેસની બાબતે કર્ણાટક ટોચ છે, અહીં 5,98,625 એક્ટિવ કેસ છે. જ્યારે 5,21,683 એક્સિવ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા, 4,42,550 એક્ટિવ કેસ સાથે કેરળ ત્રીજા ક્રમે છે. 1,17,373 કેસ સાથે ગુજરાત એક લાખથી વધુ એક્ટિવ કેસવાળા રાજ્યોમાં નવમાં ક્રમે છે.