Coronavirus: હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા આવ્યા કોરોનાની ઝપેટમાં, લક્ષણો નહોતા છતાં રિપોર્ટ આવ્યો પોઝિટિવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Oct 2020 03:46 PM (IST)
ચૌટાલાએ કહ્યું, મારામાં કોરોનાના કોઈ લક્ષણ નથી. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન થવા અને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
(મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સાથે દુષ્યંત ચૌટાલાની ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 67 લાખ નજીક પહોંચી ગઈ છે. દેશના અનેક દિગ્ગજ નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે અને અમુક નેતાના મોત પણ થયા છે. આ દરમિયાન વધુ એક નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું છે. ચૌટાલાએ કહ્યું, મારામાં કોરોનાના કોઈ લક્ષણ નથી. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન થવા અને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. હરિયાણામાં આ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, વિધાનસભા સ્પીકર જ્ઞાન ચંદ ગુપ્તા સહિત અનેક મંત્રી અને લગભર અડધો ડઝન ધારાસભ્ય કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. ગત મહિને યોજાયેલા વિધાનસભા સત્રમાં પણ ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. હરિયાણામાં કોરોનાના 1.34 લાખ કેસ સામે આવી ચુક્યા છે. રાજ્યમાં હાલ 12 હજાર એક્ટિવ કેસ છે અને 1.21 લાખ લોકો ઠીક થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના 1500 લોકોને કાળ બનાવી ચૂક્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 61,267 નવા કોવિડ કેસ નોંધાયા છે અને 884 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 66,85,083 પર પહોંચી છે. દેશમાં હાલ 9,19,023 એક્ટિવ કેસ છે અને 56,62,491 લોકો કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. દેશમાં કોરોનાએ અત્યાર સુધીમાં 1,03,569 લોકોનો ભોગ લીધો છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ