આ મેચમાં 10 રન બનાવતા જ કોહલીએ ટી20 ક્રિકેટમાં 9 હજાર રન બનાવનાર બેટ્સમેનની ક્લબમાં સામેલ થઈ ગયો છે. ટી20 ક્રિકેટમાં 9,000 રન બનાવનારી કોહલી એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.
જોકે, વિશ્વ ક્રેકટમાં તેના પહેલા છ બેટ્સમેન આ કારનામું કરી ચૂક્યા છે. કોહલી પહેલા વેસ્ટઇન્ડિઝના ક્રિસ ગેલ અને કીરન પોલાર્ડ, પાકિસ્તાનના શોએબ મલિક, ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને એરોન ફિંચ અને ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેકુલમ આ કારનામું કરી ચૂક્યા છે.
આ રીતે કોહલી ટી20 ક્રિકેટમાં 9000 રનના આંકડા સુધી પહોંચનાર પ્રથમ ભારતીય બેટ્સમેન અને વિશ્વનો સાતમો ખેલાડી બની ગયો છે. કોહલીના નામે હવે ટી20 ક્રિકેટમાં 9033 રન થઈ ગયા છે.
જણાવીએ કે, ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર ક્રિસ ગેલ અને કીરન પોલાર્ડ જ 10 હજારથી વધારે રન બનાવી શક્યા છે. ગેલના નામે ટી20માં જ્યાં 13,296 રન છે. ત્યારે પોલાર્ડે આ ફોર્મેટમાં 10,370 રન બનાવ્યા છે.