રસીને કારણે ધર્મને નષ્ટ ન કરી શકાય- ચક્રપાણી
સ્વામી ચક્રપાણીએ કહ્યું કે, જ્યાં સુધી એ સ્પષ્ટ ન થઈ જાય કે આ રસી કઈ રીતે બનાવવામાં આવી છે અને ક્યાંક તે કોઈ વ્યક્તિના ધર્મ વિરૂદ્ધ તો નથી, ત્યાં સુધી આ રસીનો ભારતમાં ઉપયોગ થવો ન જોઈએ. તેમણે કહ્યું, ‘કોરોના ખત્મ થવો જોઈએ અને ટૂંકમાં જ રસી પણ લગાવવામાં આવવી જોઈએ, પરંતુ તેના કારણે પોતાના ધર્મને ષ્ટ ન કરવામાં આવી શકે.‘ તેમણે કહ્યું, ‘જ્યારે કોઈ દવા બનાવવામાં આવે છે ત્યારે તેમાં શું શું મેળવવામાં આવ્યું છે તેની જાણકારી આપવામાં આવે છો. તો આખરે કરોના રસી વિશે જાણકારી શા માટે નથી મળી રહી. અમને એવું જાણવા મળ્યું છે કે, અમેરિકામાં જે રસી તૈયાર થઈ છે તેમાં ગાયના લોહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’
સ્વામી ચક્રપાણિએ કહ્યું કે, ‘સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે અને એવામાં જો ગાયનું લોહી આપણા શરીરમાં પહોંચે તો તેનાથી આપણા ધર્મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન હશે. સનાતન ધર્મને ખત્મ કરવાને લઈને વર્ષોથી આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ જ કારણે અમે ઇચ્છીએ છીએ કે કોરોનાને લઈને પણ જો કોઈ રસી આવી રહી છે તો તેના વિશે પહેલા પૂરી જાણકારી આપવામાં આવે. તમામ આશંકાઓ દૂર થયા બાદ જ રસી લગાવવાનું કામ શરૂ કરવામાં આવે.
રસીની જાણકારી સાર્વજનિક કરે સરકાર- ચક્રપાણી
સ્વામી ચક્રપાણિએ મુખ્ય રીતે અમેરિકામાં જે રસી કૈયાર થઈ રહી છે તેના વિશે વાત કરી છે. પરંતુ તેમણે તેની સાથે જ એ વાત પર પણ ભાર મુક્યો છે કે જાણકારી હાલમાં અમેરિકાની રસીને લઈને આવી છે. પરંતુ માગ એ છે કે દેશમાં જે પણ રસી લગાવવામાં આવશે તેના વિશે પહેલા તમામ જાણકારી લોકો સામે રાખવામાં આવે, બાદમાં જેને લગાવવી હશે એ લગાવશે અને નહીં લગાવવી હોય એ નહીં લગાવે.
ભલે જીવ જાય પરંતુ ધર્મ નષ્ટ ન થવો જોઈએ- ચક્રપાણી
સ્વામી ચક્રપાણિએ કહ્યું કે, ‘પહેલા વિશ્વાસ કરો બાદમાં ઉપયોગ કરીની નીતિ પર આપણે અમલ કરવો પડશે. પહેલા લોકોને વિશ્વાસ અપાવો કે આ રસીમાં ગાયનું લોહી નથી, ત્યાર બાદ જ તેને લગાવવામાં આવે.’ તેમણે કહ્યું, ‘ભલે જીવ જાય પરંતુ ધર્મ નષ્ટ ન થવો જોઈએ અને આ જ કારણે જ્યાં સુધી એ વાતનો વિશ્વાસ ન થઈ જાય કે કોરોનાની જે રસી તૈયાર થઈ છે તેમાં ગાયનું લોહી નથી ત્યાં સુધી તે રસી નહીં લગાવે.’