સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 12,380 પર પહોંચી છે. જેમાંથી 414 લોકોના મોત થયા છે અને 1489 સ્વસ્થ થઈ ગયા છે. હાલ સમગ્ર દેશમાં 10,447 એક્ટિવ કેસ છે.
કોરોનાના કહેર લઈને રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોન પાડવામાં આવ્યા છે. ઓરેન્જ ઝોનને કેટલાક રિપોર્ટમાં વ્હાઇટ ઝોન તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઓરેન્જ ઝોનમાં હોટ સ્પોટ ન હોય તેવા 207 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગ્વાલિયર, કાંચીપુરમ, પુડ્ડચેરી, બરેલી, વારાણસી, હરિદ્વાર અને કલીમપોંગ જેવા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યાં કોરોના સંક્રમણના કેટલા મામલા સામે આવ્યા હોય તેવા જિલ્લા ઓરેન્જ ઝોનમાં આવે છે. તંત્ર દ્વારા અહીંયા સાવધાનીના ભાગરૂપે સીલ કરવા જેવા પગલાં લેવામાં આવી શકે છે. આ ઝોનમાં સંક્રમણવાળા વિસ્તારને બાદ કરતાં અન્ય વિસ્તારમાં થોડી ઢીલ આપવામાં આવી શકે છે. જેમાં લોકોને જરૂરી સામાન ખરીદવા માટે ઘરની બહાર નીકળવાની છૂટ પણ સામેલ છે. આ માટે તંત્ર દ્વરા સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે.