નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસનો તોડ શોધવામાં વિશ્વભરની સરકારી લાગી ગઈ છે. પરંતુ આ વાયરસનો પ્રસાર દિવસેને દિવસે વધી જ રહ્યો છે. સતત તેની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધતી રહી છે. ભારતમાં કોરોના વાયરસને કારણે ત્રીજું મોત થયાનું સામે આવ્યું છે. મુંબઈમાં દુબઈથી આવેલ 64 વર્ષના વ્યક્તિએ દમ તોડ્યો છે. હવે દેશબરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 125 થઈ ગઈ છે.


જાણો- કોરોના વાયરસની રાજ્યવાર શું સ્થિતિ છે?

આંધ્ર પ્રદેશ- 1
દિલ્હી- 10 (બે ડિસ્ચાર્જ, 1નું મોત)
હરિયાણા- 14 ( તમામ વિદેશી)
કર્ણાટક- 9 ( એકનું મોત)
કેરળ- 27 (2 વિદેશી, 3 ડિસ્ચાર્જ)
મહારાષ્ટ્ર- 40 ( 3 વિદેશી, 1નું મોત)
ઓડિશા- 1
પંજાબ- 1
રાજસ્થાન- 7 ( 2 વિદેશી, 3 ડિસ્ચાર્જ)
તમિલનાડુ- 1
તેલંગાણા- 5 ( 1 ડિસ્ચાર્જ)
જમ્મૂ કાશ્મીર- 3
લદ્દાખ- 4
ઉત્તર પ્રદેશ- 17 ( 4 ડિસ્ચાર્જ)


જણાવીએ કે, 31 માર્ચ સુધી તમામ સ્કૂલ કોલેજોને બંધ કરવાની એડવાઈઝરી તમામ રાજ્યોને આપવામાં આવી છે. યૂનિવર્સિટી, જિમ, સ્વિમિંગપુલ પર પણ નિયમ લાગુ થશે. કોરોના વાયરસથી મોત થવા પર તેના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવશે તેની ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે.