દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાના કારણે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં કસ્તુરબા હૉસ્પીટલમાં મંગલવારે એક 64 વર્ષીય વૃદ્ધે જીવ ગુમાવી દીધો છે. આ પહેલા કર્ણાટકા અને દિલ્હીમાં કોરોનાના કારણે એક-એક વ્યક્તિ જીવ ગુમાવી ચૂક્યા છે.
અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 39 પૉઝિટીવ કેસો સામે આવી ચૂક્યા છે. મુંબઇમાં પોલીસે કલમ 144 પણ લાગુ કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકાર પણ એલર્ટ મૉડમાં આવી ગઇ છે, અને મહારાષ્ટ્ર અને ગોવા બોર્ડર પર ચેક પૉસ્ટ ઉભી કરી દેવામાં આવી છે. અહીં બન્ને તરફથી આવતા જતા લોકોનુ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને હાલ 128 પહોંચી ગઇ છે. જેમાં ત્રણ લોકોના મોતના પણ સમાચાર છે.
દેશમાં કયા રાજ્યમાં કેટલા કેસો નોંધાયા.....
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ કેસો નોંધાયા છે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 39 છે. બાદમાં કેરાલામાં 23 કેસો, ઉત્તર પ્રદેશમાં 13 કેસો, દિલ્હીમાં 7 કેસો, કર્ણાટકામાં 6 કેસો, લદ્દાખમાં અત્યાર સુધી 4 કેસો સામે આવ્યા છે.
કોરોનાના ખતરાના કારણે 12 લાખ 76 હજાર યાત્રીઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ છે, કુલ 30 એરપોર્ટ પર સ્ક્રીનિંગની પ્રક્રિયા શરૂ કરાઇ છે.
નોંધનીય છે કે દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 7158 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી આ વાયરસથી 1 લાખ 82 હજારથી વધુ લોકો સંક્રમિત છે. આ વાયરસથી રિકવર કરવા વાળા લોકોમાં 79 હજારથી વધુ લોકો છે. હજુ પણ દુનિયાભરમાં લગભગ 1 લાખથી વધુ કોરોના કેસ એક્ટિવ છે, આમાંથી 6 હજારથી વધુ લોકોની હાલત હજુ પણ ખરાબ છે.