નવી દિલ્હી: કોરોના મહામારીના (Corona Pandemic) આ મુશ્કેલ સમયમાં લોકો એક બીજાને મદદ કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક એવા લોકો પણ છે કે જેઓ મદદની સામે વળતરરૂપે સેક્સની માગણી કરે છે.  કેટલાક રાજ્યોમાં રોગની સારવાર માટે જરૂરી તબીબી સ્રોતોની અછત વર્તાઇ રહી છે ત્યારે ઓક્સિજન સિલિન્ડરની (Oxygen Cylinder) અછત ચિંતાનો વિષય બની રહી છે.


દિલ્હી સ્થિત એક મહિલાએ ટવીટ કર્યું કે દિલ્હીની એક સારી ગણાતી કોલોનીમાં રહેતી એના મિત્રની બહેને એના દર્દી-પિતા માટે પડોશી પાસે ઓક્સિજન સિલિન્ડરની માંગણી કરી હતી. પડોશીએ બદલામાં સેક્સની અપેક્ષા વ્યક્ત કરી હતી.


દિલ્હીમાં ઓક્સિજનની અછત અને હોસ્પિટલમાં બેડની સમસ્યાનો સામનો કરી રહેલા દર્દીઓ માટે કેજરીવાલ સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. જે મુજબ કોરોના સામે લડાઈને મજબૂક કરવા ઓક્સિજન બેંક બનાવવામાં આવશે. દરેક જિલ્લામાં 200 ઓક્સિજન કન્સ્ટ્રેટર બેંક (Oxygen Concentrator Bank) બનાવાશે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં (Home Isolation) રહેતા દર્દીઓને ઘરે ઓક્સિજન સપ્લાય કરાશે.



દિલ્હીમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6430 નવા કેસ નોંધાયા છે અને 337 લોકોના મોત થયા છે. જેની સાથે કુલ કેસની સંખ્યા 13,87,411 પર પહોંચી છે. રાજ્યમાં કુલ 12,99,872 લોકો કોરાનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કોરોનાથ  કુલ મૃત્યુઆંક 21,244 પર પહોંચ્યો છે.


થોડા સમય પહેલા મુંબઇના અંધેરીમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા કોરોનાની એક મહિલા-દર્દી પર બળાત્કાર કરવા બદલ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલાં એક શખ્સની અટક કરાઇ હતી. આ ગુંડાએ પહેલા મહિલાને વિનંતી કરી હતી.પછી એને સતાવવા માટે બાંધી દીધી હતી અને સેક્સની માગણી કરી હતી. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,26,098 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3890 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,53,299 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  બે કરોડ 43 લાખ 72 હજાર 907


કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 4 લાખ 32 હજાર 898


કુલ એક્ટિવ કેસ - 36 લાખ 73 હજાર 802


કુલ મોત - 2 લાખ 66 હજાર 207