નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દુનિયામાં કોરોનાના સૌથી વધુ સંક્રમિતો અને મોતની સંખ્યામાં મહાસત્તા અમેરિકા પ્રથમ સ્થાને છે. આ દરમિયાન આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે.

વર્તમાન સંકટનો સામનો કરવાની રીતનો બચાવ કરતાં ટ્રમ્પે કહ્યું, જો તેમણે કાર્યવાહી ન કરી હોત તો લાખો અમેરિકન જીવ ગુમાવી શકત. તેમણે જણાવ્યું, જ્યારે તમે આંકડા અંગે વાત કરો છો ત્યારે નથી જાણતા કે ચીનમાં કેટલા લોકોના મોત થયા છે. રશિયામાં કેટલા લોકો માર્યા ગયા તે પણ ખબર નથી હોતી. ભારતમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે તે પણ તમે થનથી જાણતા હોતા. તે તમને વાસ્તવિક સંખ્યા નથી જણાવતા. બસ તમારે આટલું જ સમજવું જોઈએ.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટિક હરિફ જો બાઇડેન વચ્ચે રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રથમ સત્તાવાર પ્રેસિડેંશિયલ ડિબેટ થઈ હતી. આ દરમિયાન ટ્રમ્પે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. ટ્રમ્પ કોરોના વાયરસને લઈ વારંવાર ચીનને દોષી ગણાવતાં રહ્યા છે. જ્યાં ગત વર્ષે ડિસેમ્બરમાં કોવિડ-19નો મામલો પ્રથમ વખત સામે આવ્યા બાદ તે વિશ્વભરમાં ફેલાયો હતો. તેનાથી 10 લાખથી વધારે લોકોના મોત થયા છે અને ત્રણ કરોડ કરતાં વધુ સંક્રમિત થયા છે. બાઈડેને કોરોના વાયરસની મહામારીને લઈ ટ્રમ્પ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે ઘાતક બીમારી સામે લડવા માટે કોઈ યોજના નથી.

અમેરિકામાં કોરોના વાયરસના 72 લાખથી વધારે કેસ નોંધાયા છે અને બે લાખથી વધારે લોકોને કોરોના ભરખી ગયો છે.

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ