નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે દરેક શક્ય તૈયારી કરી રહી છે, પરંતુ લોકોના સાથ વઘર કોરોના વાયરસને હરાવી નહીં શકાય. ભારતમાં કોરોના હાલમાં બીજા સ્ટેજ પર છે. જો તે ત્રીજા સ્ટેજ પર પહોંચી જાય તો તેને રોકવો ખૂબ જ મુશ્કેલ થઈ જશે અને સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જશે. ત્રીજા સ્ટેજ સુધી કોરોના ન પહોંચે તેના માટે જરૂરી છે કે સાર્વજનિક જગ્યા પર ભીડ ઓછી રહે જેથી ચેપનું જોખમ ઓછું રહે.


આંકડાથી સમજો કોરોનાના સ્ટેજનો ખેલ

ઇટલીમાં 24 કલાકમાં કોરોના વાયરસને કરાણે 475 લોકોના મોત થયા છે. આ આંકડો કોઈ પણ દેશમાં એક જ દિવસમાં સૌથી વધારે મોત છે. વિતેલા ત્રણ દિવસમાં જ ઇટલીમાં 1169 મોત થયા છે. ચીનમાં ત્રણ હજારથી વધારે લોકોના મોત થયા છે. ઇટલીમાં પ્રથમ દિવસે ચારથી પાંચ કેસ સામે આવ્યા હતા અને ધીમે ધીમે વધવા લાગ્યા. એવું જ ભારતમાં પણ થઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ યોગ્ય રીતે તપાસ ન કરવું અને  ભીડ ઓછી ન કરવાનું છે.

કોમ્યુનિટી ટ્રાસમિશનનું જોખમ વધારે

ડબલ્યૂએચઓના રિજનલ ડાયરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલ સિંહે કોરોનાને કોમ્યુનિટી ટ્રાન્સમિશનના જોખમની ચેતવણી આપી છે. પૂનમ ખેત્રપાલે કહ્યું કે, કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં ઘણાં બધા લોકો પ્રભાવિત થાય છે. ચોથા સ્ટેજને મેનેજ કરવું મુશ્કેલ થઈ જાય છે. એક્શન લેવામાં ઇટલીએ ખૂબ જ વિલંબ કર્યો, માટે ત્યાં આ વાયરસનો પ્રકોપ વધ્યો છે.

કોરોના વાયરસ ચાર સ્ટેજમાં ફેલાય છે

  • Stage 1: આવું ત્યારે થાય છે જ્યારે કેસ પ્રભાવિત દેશમાંથી આવે છે. એટલે કે માત્ર વિદેશ યાત્રા કરીને આવનારા લોકોમાં ટેસ્ટ પોઝિટિવ મળી આવે છે.

  • Stage 2: જ્યારે સંક્રમિત વ્યક્તિઓમાંથી સ્નાથીક લોકોમાં વાયરસ ફેલાવા લાગે છે ત્યારે તે સ્ટેજ 2 અંતર્ગત આવે છે. જેમ કે કોઈ વિદેશ યાત્રા કરીને આવેલ વ્યક્તિના સંબંધી કે પરિચિત. ભારત હાલમાં આ સ્ટેજમાં છે. આ સ્ટેજમાં ઓછો લોકો પ્રભાવિત થાય છે. કારણ કે વાયરસનો સ્ત્રોત ખબર હોય છે અને ચેનને ટ્રેસ કરવાનું સરળ રહે છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન બાદ તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય છે.

  • Stage 3: આ વાયરસના ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે. તેનાથી કોઈપણ દેશમાં ખૂબ જ મોટું ક્ષેત્ર પ્રભાવિત થાય છે. સ્ટેજ 3માં બીમારી દેશા અંદર સંક્રમિત લોકોમાંથી અન્ય લોકોમાં ફેલાવા લાગે છે. આ સ્થિતિમાં પોઝિટિવ મળી આવેલ લોકો એ નથી જાણતા હોતા કે તેમને વાયરસનો ચેપ ક્યાંથી લાગ્યો છે. ઇટલી અને સ્પેન હાલમાં આ સ્ટેજ પર છે.

  • Stage 4: ચીન હાલમાં આ બીમારના ચોથા સ્ટેજમાં છે. આ સ્ટેજમાં બીમારી મહામારીનું રૂપ લઈ લે છે અને એ ખબર નથી હોતી કે તેનો ખાત્મો ક્યારે થશે.


પીએમ આજે રાત્રે કોરોના વાયરસને લઈને દેશને સંબોધિત કરશે

કોરોના વાયરસને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8.00 કલાકે દેશને સંબોધન કરશે. જેમાં તેઓ જીવલેણ વાયરસને ખતમ કરવાની કોશિશો પર ચર્ચા કરશે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 151 મામલા સામે આવ્યા છે અને 3 લોકોના જીવ ગયા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 માર્ચ, 2020 રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરશે. જેમાં કોરોના વાયરસને લઈ મુદ્દા અને તેનો સામનો કરવાના પ્રયાસો પર વાત કરશે.