COVID-19 in India: ચીનમાં કોરોનાના નવા પ્રકાર BF.7 (Omicron BF.7)થી ઝડપી સંક્રમણ બાદ ભારત સરકાર સંપૂર્ણપણે સતર્ક દેખાઈ રહી છે. રસીકરણ અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બૂસ્ટર ડોઝ લેવા માટે પણ લોકોને સક્રિયપણે જાગૃત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 243 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 2 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.


દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.09 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 95.13 કરોડ બીજો ડોઝ અને 22.39 કરોડ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.


કોરોના કેસમાં વધારો


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 243 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 81,097 ડોઝ આપવામાં આવ્યા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3,609 છે. અગાઉ, ગુરુવારે દેશમાં 188 નવા કોવિડ કેસ નોંધાયા હતા.


24 કલાકમાં 185 લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા


અત્યાર સુધીમાં કુલ 91.05 કરોડ કોરોના ટેસ્ટ (COVID-19 ટેસ્ટ) કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 13 હજાર 80 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં કોરોનામાંથી સ્વસ્થ થવાનો દર 98.8 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 185 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 4 કરોડ 41 લાખ 43 હજાર 850 થઈ ગઈ છે.


કોરોનાના નવા વેરિઅન્ટના ખતરાને જોતા રાજ્યોની સાથે સાથે કેન્દ્રની સરકારો ખૂબ જ સક્રિય છે. એરપોર્ટ પર કોવિડ ચેપ માટે રેન્ડમ ટેસ્ટ 24 ડિસેમ્બરથી જ શરૂ થઈ ગયો છે. 27 ડિસેમ્બરના રોજ, દેશભરની હોસ્પિટલોએ કોરોનાના સંચાલન અને આરોગ્ય સુવિધાઓની તૈયારીઓને લઈને એક મોકડ્રીલ કરી હતી. આઈસોલેશન બેડ, ઓક્સિજન, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર સાથે મેડિકલ સ્ટાફની ઉપલબ્ધતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


Elin Electronics IPO: વર્ષ 2022 ના છેલ્લા આઈપીઓનું નિરાશાજનક લિસ્ટિંગ, જાણો રોકાણકારોને કેટલું નુકસાન થયું


Elin Electronics IPO: સ્ટોક એક્સચેન્જ પર વર્ષ 2022નું છેલ્લું લિસ્ટિંગ પણ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસ પ્રોવાઈડર એલિન ઈલેક્ટ્રોનિક્સનું લિસ્ટિંગ IPO કિંમતથી ઓછી કિંમતે લિસ્ટ થયો છે. કંપનીના શેરનું લિસ્ટિંગ રૂ. 244 પ્રતિ શેરના ભાવે થયું છે જ્યારે કંપનીએ આઇપીઓમાં રૂ. 247ના ભાવે બજારમાંથી ભંડોળ એકત્ર કર્યું હતું. હાલમાં એલીન ઇલેક્ટ્રોનિક્સનો શેર 3 ટકાના ઘટાડા સાથે રૂ.239 પર ટ્રેડ કરી રહ્યો છે.


એલીન ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોક સ્ટોક એક્સચેન્જમાં રૂ. 244 પર લિસ્ટ થયો હતો પરંતુ તેના થોડા સમય બાદ શેર રૂ. 235.35ના સ્તરે આવી ગયો હતો. લિસ્ટિંગ બાદ કંપનીનું માર્કેટ કેપ 1177 કરોડ રૂપિયાના સ્તરે આવી ગયું છે. શેરની બુક વેલ્યુ 111.68 રૂપિયા છે. કંપનીએ IPOમાં રૂ. 5 ની ફેસ વેલ્યુએ રૂ. 247ની ઇશ્યૂ કિંમતે ભંડોળ એકત્ર કર્યું હતું