Petrol Diesel Price: દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે મોટા શહેરોના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરે છે. આ કિંમતને કાચા તેલની કિંમતોના આધારે નક્કી કરવામાં આવતી હોઈ છે.


Petrol Diesel Price on 30 December 2022: આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા થોડા દિવસથી કાચા તેલની((Crude Oil Price) કિમતમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. આજે WTIના ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો છે. WTI ક્રૂડની કિંમતમાં 0.28% વધારો નોંધાયો છે અને તે પ્રતિ બેરલ $78.68 પર પહોંચી ગયો છે.


બ્રેન્ટ ક્રૂડ(Brent Crude)ની કિંમતમાં 1.20% ઘટાડો થયો છે અને તે પ્રતિ બેરલ $82.26 પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું 30 ડિસેમ્બર 2022ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં.
આજે નથી થયો કોઈ પણ ફેરફાર 


દેશની સરકારી તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરે છે. આ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. નોંધનીય છે કે આ દિવસે દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા 21 મે પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે 21 મેના રોજ કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. ત્યારપછી દેશમાં તેની કિંમતમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.


દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના શું છે ભાવ?


દિલ્હી - પેટ્રોલ રૂ. 96.72 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
મુંબઈ- પેટ્રોલ રૂ. 106.31 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
ચેન્નાઈ - પેટ્રોલ રૂ. 102.63 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
કોલકાતા - પેટ્રોલ રૂ. 106.03 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર


ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના શું છે ભાવ?


અમદાવાદ - પેટ્રોલ રૂ. 96.49 પ્રતિ લીટર,  ડીઝલ રૂ. 92.23 પ્રતિ લીટર
ભાવનગર - પેટ્રોલ રૂ. 97.77 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 93.52 પ્રતિ લીટર
સુરત - પેટ્રોલ રૂ. 96.30 પ્રતિ લીટર, ડીઝલ રૂ. 92.06 પ્રતિ લીટર
વડોદરા - પેટ્રોલ રૂ 96.08 પ્રતિ લીટર, ડીઝલ રૂ 91.82 પ્રતિ લીટર
રાજકોટ - પેટ્રોલ રૂ 96.27 પ્રતિ લીટર,  ડીઝલ રૂ 92.03 પ્રતિ લીટર


જાણો, તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ?


ઓઈલ કંપનીઓ ગ્રાહકોને એસએમએસ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત ચેક કરવાની મંજૂરી(How to Check Petrol Diesel Price)  BPCL ગ્રાહકો 9223112222 પર RSP<ડીલર કોડ> મોકલીને નવા ભાવ ચકાસી શકે છે. HPCL ગ્રાહકોની નવી કિંમત તપાસવા માટે, HPPRICE <ડીલર કોડ> 9222201122 પર મોકલો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP<ડીલર કોડ> 9224992249 પર મોકલો. બીજી તરફ, BPCLના ગ્રાહકોએ RSP<ડીલર કોડ>ને 9223112222 નંબર પર મોકલી શકે છે. આ પછી, કંપનીઓ તેમના શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ ગ્રાહકોને મેસેજ દ્વારા મોકલશે.