નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસોમાં કમી જરૂર આવી છે, પરંતુ કોરોના પુરેપુરો ખતમ નથી થયો અને ના એનો ખતરો ઓછો થયો છે. કોરોના સંક્રમણથી ભારતમાં અત્યાર સુધી 4 લાખ 8 હજાર 40 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, પરંતુ ભારતમાં 11 રાજ્ય એવા છે જ્યાં કોરોના સંક્રમણથી 80 ટકાથી વધુ મોત થયા છે.  


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં થયેલા કુલ 4,08,040 મોતમાંથી 3,27,486 મોત ફક્ત 11 રાજ્યોમાં થયા છે. આ 11 રાજ્ય છે મહારાષ્ટ્ર, કર્ણાટકા, તામિલનાડુ, દિલ્હી, ઉત્તરપ્રદેશન, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરાલા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ગુજરાત. આ 11 રાજ્યોમાં કોરોના સંક્રમણથી 10 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા છે. સૌથી વધુ કોરોનાથી મોત મહારાષ્ટ્રમાં થયા છે, અહીં 1,25,528 લોકોના કોરોનાએ જીવ લીધા છે. 


મહારાષ્ટ્રમાં 1,25,528, કર્ણાટકામાં 35,779, તામિલનાડુમાં 33,371, દિલ્હીમાં 25,012, ઉત્તરપ્રદેશમાં 22,693, પશ્ચિમ બંગાળમાં 17,903, પંજાબમાં 16,177, કેરાલામાં 14,489, છત્તીસગઢમાં 13,475, આંધ્રપ્રદેશમાં 12,986 અને ગુજરાતમાં 10,073 લોકોનુ કોરોના સંક્રમણથી મોત થયા છે. આ 11 રાજ્યોમાં 3,27,486 કોરોનાથી મોત થયા છે, જે દેશમાં કોરોના સંક્રમણથી કુલ મોતોના 80.25 ટકા છે. 


આ રીતે છેલ્લા 24 કલાકમાં થયેલા 895 મોતોમાં 84.69 ટકા મોતો પાંચ રાજ્યોમાં થઇ છે, આ રાજ્ય છે મહારાષ્ટ્ર, કેરાલા, ઓડિશા, તામિલનાડુ અને કર્ણાટકા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 494 મોતો થઇ છે. આ પછી કેરાલામાં 109, ઓડિશામાં 58, તામિલનાડુમાં 49 અને કર્ણાટકામાં 48 લોકોના કોરોના સંક્રમમથી જીવ ગયો છે. 


Corona Cases India: દેશમાં કુલ ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોના સામે જીત્યા જંગ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા---
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 15મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા હતા  અને 724 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.


દેશમાં કોરોના વાયરસની સ્થિતિ-


કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 8 લાખ 32 હજાર 870
કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 14 હજાર 713
કુલ એક્ટિવ કેસ - 4 લાખ 50 હજાર 899
કુલ મોત - 4 લાખ 8 હજાર 764
ગઈકાલે 14 લાખ 32 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.


કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે-


દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસનો દર ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.