જયપુરઃ રાજસ્થાનમાં રવિવારે આકાશમાંથી આફત વરસી હતી. રવિવારે રાજસ્થાનમાં વીજળી પડવાને કારણે 20 લોકોના મોત થાય છે. જયપુરના આમેર મહેલના વોચ ટાવર પર વીજળી પડવાને કારણે 11 લોકોના મોત થયા હતા. જયપુરમાં બાર લોકો ઉપરાંત કોટામાં 4, ધૌલપુરમાં 3 બાળકોના મોત થયા છે. સીએમ ગેગલોતે મરનારના પરિવારને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કીર છે.
આમેર મહલના વોચ ટાવર પર મૃતકોમાં મોટાભાગના યુવકો હતા જે કિલ્લાની પાસે એક પહાડી પર ખુસનુમા હવામાનની મજા માણવા ગયા હતા. તેમાંથી કેટલાક લોકો વોચ ટાવર પર સેલ્ફી લઈ રહ્યા હતા. જ્યારે અનેક પહાડી પર હાજર હતા. મોડી સાંજે જ્યારે આકાશમાંથી વીજળી પડી તો વોચ ટાવર પર હાજર લોકો ત્યાં જ ઢળી પડ્યા.
મુખ્યમંત્રી અશોક ગેહલેતો વીજળી પડવાથી થયેલ જાનહાની પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, કોટા, ધૌલપુર, ઝાલાવાડ, જયપુર અને બારામાં આજે વીજળી પડવાથી જાનહાની ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મૃતકોના પરિજનો પ્રત્ય મારી સંવેદના છે, ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે. અધિકારીઓને નિર્દેશ આવ્યા છે કે પીડિત પરિવરોને ઝડપથી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે.
સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુશર્મા આમેરમાં વીજળી પડવાથી ઘાયલ થયેલ લોકોની સારવાર ચાલી રહી હતી તે સવાઈ માનસિંહ હોસ્પિટલ પહોંચ્યા હતા. મેડિકલ ઓફિસર ડો. મહેશ જોશી, ધારાસભ્ય અમીન કાગજી પણ હાજર રહ્યા હતા. તેમણે ઘાયલોની સારવાર માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા.
અન્ય રાજ્યોમાં પણ વીજળી પડવાથી નુકસાન
દરમિયાન ઉત્તરાખંડમાં એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ઉત્તરાખંડમાં ભુસ્ખલનને કારણે એક મકાન તુટી પડયું હતું, જેને પગલે ત્રણ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ રાજસૃથાનમાં સાત બાળકો સહિત દસ લોકોના વિજળી પડવાથી મોત નિપજ્યા હતા.
જ્યારે અન્ય છ બાળકો અને એક મહિલા સહિત 15ને ઇજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર ભારતમાં વિજળી પડવાની કેટલાક રાજ્યોમાં ઘટનાઓ સામે આવી છે.