નવી દિલ્હીઃ દેશમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ કોરોનાની (Rahul Gandhi Corona Positive) ઝપેટમાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, હળવા લક્ષ્ણો જોવા મળ્યા બાદ મે રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેફટી પ્રોટોકોલ પાલન કરવાનું કહું છું.
દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત છઠ્ઠા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 20 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1761 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,54,761 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 53 લાખ 21 હજાર 089
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 31 લાખ 08 હજાર 582
કુલ એક્ટિવ કેસ - 20 લાખ 31 હજાર 9779
કુલ મોત - 1 લાખ 80 હજાર 530
12 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 71 લાખ 29 હજાર 113 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
દેશમાં છેલ્લા 13 દિવસમાં નોંધાયેલા કેસ
19 એપ્રિલઃ 2,73,180
18 એપ્રિલઃ 2,61,500
17 એપ્રિલઃ 2,34,692
16 એપ્રિલઃ 2,17,353
15 એપ્રિલઃ 2,00,739
14 એપ્રિલઃ 1,84,372
13 એપ્રિલઃ 1,61,736
12 એપ્રિલઃ 1,68,912
11 એપ્રિલઃ 1,52,879
10 એપ્રિલઃ 1,45,384
9 એપ્રિલઃ 1,31,968
8 એપ્રિલઃ 1,26,789
7 એપ્રિલઃ 1,15,736
6 એપ્રિલઃ 96,982
5 એપ્રિલઃ 1,03,558