નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધારે ખરાબ છે. દેશમાં 24 માર્ચથી રોજના 50 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Health Ministry) તાજા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 89 હજારથી વધુ કેસ અને 714 લોકોના મોત થયા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 83,129 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 714 લોકોના મોત થયા છે. જોકે 40,202 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા 10 ઓક્ટોબરના રોજ 74,383  કેસ આવ્યા હતા.


કુલ કેસ-  એક કરોડ 23 લાખ 92 હજાર 260


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 15 લાખ 69 હજાર 241


કુલ એક્ટિવ કેસ - છ લાખ 58 હજાર 909


કુલ મોત - એક લાખ 64 હજાર 110


કુલ રસીકરણ - 7 કરોડ 30 લાખ 54 હજાર 295 ડોઝ આપવામાં આવ્યા.


કેટલાક રાજ્યોમાં કોરોનાથી એક પણ મોત નહીં


મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. પરંતુ દેશમાં કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નથી થયું. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અંદમાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, દાદરા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરામાં એક પણ મોત થયું નથી.


સાત કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 7 કરોડ 30 લાખ 54 હજાર 295 ડોઝ આપવામાં આવ્યા છે.


રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.


IPL 2021: કોરોના વકરતા આ મેદાન પર આઈપીએલના આયોજન પર છવાયા કાળા વાદળ, 8 ગ્રાઉન્ડમેનનો કોરોના પોઝિટિવ


Covid-19 Second Wave: દેશમાં કોરોનાની બીજી લહેર ક્યારે પીક પર પહોંચશે ? જાણો વિગતે