નવી દિલ્હીઃ દેશમાં કરોના વાયરસ (Coronavirus) બેકાબૂ બન્યો છે. કોરોનાની આ બીજી લહેર (Covid-19 Second Wave) એપ્રિલના મધ્યમાં (Mid April) પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન સરકારની નિષ્ણાતોની પેનલે કોવેક્સિનના ત્રીજા ડોઝના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.


કયા મોડલનો ઉપયોગ કરીને લગાવ્યો અંદાજ


વૈજ્ઞાાનિકોએ ગણિતીય મોડેલનો ઉપયોગ કરીને અંદાજ મૂક્યો છે કે એપ્રિલના મધ્ય સુધીમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો પીક પર પહોંચી જશે અને મે મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસમાં ઘણો ઘટાડો જોવા મળી શકે છે. દેશમાં કોરોનાની પહેલી લહેર દરમિયાન આ જ મોડેલના આધારે અંદાજ વ્યક્ત કરાયો હતો કે કોરોનાના કેસ ઓગસ્ટમાં વધશે અને સપ્ટેમ્બર સુધીમાં પીક પર પહોંચી જશે. પછી ફેબુ્રઆરી ૨૦૨૧માં ઘટાડો થશે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાાનિકોએ 'સૂત્ર' નામના આ ગણિતિય મોડેલનો ઉપયોગ કરીને સંક્રમણના કેસોમાં વધારાના ટ્રેન્ડનો અંદાજ મેળવ્યો છે. દેશમાં ૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે કોરોનાના કેસમાં જબરજસ્ત ઊછાળો આવશે.


દરમિયાન ભારતની ડ્રગ નિયામક ડીસીજીઆઈની નિષ્ણાતોની પેનલે ભારત બાયોટેકને કોરોનાની રસીના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલમાં કેટલાક વોલન્ટિયર્સને કોવેક્સિનનો ત્રીજો ડોઝ આપવાની મંજૂરી આપી છે. ભારત બાયોટેકે ડીસીજીઆઈની વિશેષ ટીમને બીજા ડોઝના છ મહિના પછી બૂસ્ટર ડોઝ આપવા માટે બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુધારેલો રિપોર્ટ રજૂ કર્યો હતો. સમિતિએ કંપનીને બૂસ્ટર ડોઝમાં છ માઈક્રોગ્રામ આપવાની મંજૂરી આપી છે.


2 એપ્રિલે નોધાયા કોરોના વાયરસના 81,466 કેસ


 દેશમાં શુક્રવારે કોરોનાના 81 હજાર 466 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા એક કરોડ 23 લાખ 3 હજાર 131 પર પહોંચી ગઈ છે.  આંકડા પ્રમાણે દેશમાં 2 ઓક્ટોબર 2020 ના રોજ એક જ દિવસમાં 81 હજાર 484 નવા કેસ નોંધાયા હતા. મોટી વાત એ છે કે ગઈકાલે 469 લોકોના મોત સંક્રમણના કારણે થયા હતા, ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખ 63 હજાર 396 થઈ ગઈ છે. આ અગાઉ 6 ડિસેમ્બરે 24 કલાકમાં  સંક્રમણથી 482 મોત નોંધાયા હતા.


અમેરિકન સંસદ બહાર કાર સવારે બે પોલીસ ઓફિસરને કચડ્યા, એકનું મોત, ફાયરિંગમાં હુમલાખોર ઠાર


Canada Lockdown: વિશ્વના આ જાણીતા દેશે એક મહિનાનું લાદી લીધું લોકડાઉન, ગુજરાતીઓની છે મોટી સંખ્યા


આજનું રાશિફળઃ  આજે વૃષભ રાશિમાં મંગળ અને રાહુ અંગારક યોગ બની રહ્યો છે, જાણો કેવો રહેશે તમારો દિવસ