પટનાઃ દેશમાં સતત કોરોનાના (Covid-19) કેસમાં ઉછાળો આવી રહ્યો છે. દિવસ દિવસે સંક્રમિત દર્દીઓની સાથે મોતનો આંકડો પણ ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મામલે હવે કડક કાર્યવાહી (CoronaVirus) કરી રહી છે. હવે આ કડીમાં સેના (Indian Army) પણ આવી ગઇ છે. બિહારમાં (Bihar Corona) કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ભારતીય સેનાએ પટનામાં બે ફિલ્ડ હૉસ્પીટલ (Army Field Hospital) સ્થાપિત કરવાનો ફેંસલો કર્યો છે. આ ફિલ્ડ હૉસ્પીટલો માટે તમામ સામાન આજે પૂર્વોત્તરથી સૈન્ય વિમાનોમાં પટના (Army Help Bihar) પહોંચાડવામાં આવી ચૂક્યો છે. 


100 આઇસીયૂ બેડની પણ થશે વ્યવસ્થા..... 
ભારતીય સેના અનુસાર, આ ફિલ્ડ હૉસ્પીટલોમાં ચિકિત્સા વિશેષણ મેડિકલ ઓફિસર, નર્સિંગ તથા સપોર્ટ સ્ટાફ તૈનાત રહેશે. પટના ઇએસઆઇમાં એક 500 બેડ હૉસ્પીટલ સ્થાપિત કરવામાં આવી રહી છે. આમાં 100 આઇસીયુ બેડની પણ વ્યવસ્થા થશે. 


આ ઉપરાંત ફિલ્ડ હૉસ્પીટલમાં ચિકિત્સાની વધારાની જરૂરિયાતો પુરી કરવા, વિશેષણ આવશ્યકતાઓ અને મેડિકલ તથા નર્સિંગ સ્ટાફ માટે ફૌજી સ્ટાફના આગામી બે દિવસમાં વિમાનથી પહોંચાડવામાં આવશે. 


ભારતીય સેના કેટલાય રાજ્યોમાં નાગરિક પ્રશાસનોની મદદ માટે આગળ આવી....
ધ્યાન રહે કે પોતાના સૈનિકોના વેક્સિનેશનની સાથે સુરક્ષિત કર્યા બાદ ભારતીય સેના હવે કેટલાય રાજ્યોમાં નાગરિક પ્રશાસનોની મદદમાં જોડાઇ ગઇ છે. દિલ્હી, અમદાવાદ, પટના, લખનઉ અને વારાણસીમાં સેનાના ડૉક્ટરો વિશેષ કૉવિડ હૉસ્પીટલોમાં મદદ કરી રહ્યાં છે. 


આ ઉપરાંત સેનાના મહાનિદેશક રેન્ક વરિષ્ઠ અધિકારીની આગેવાનીમાં એક કૉવિડ મેનેજમેન્ટ સેલ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ વિશેષ પ્રકોષ્ઠ કૉવિડ સહાયતાના લૉજિસ્ટિક્સ સહિત કેટલાય અન્ય પાસાઓનુ ધ્યાન રાખે છે, અને સેના હેડક્વાર્ટરમાં વાઇસચીફ સીપી મોહંતીને સપોર્ટ કરે છે. 


રાજ્યમાં 5 લાખથી વધુ કેસો નોંધાયા..... 
ઉલ્લેખનીય છે કે, બિહારમાં કોરોનાથી કોહરામા મચી ગયો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15 હજારથી જેટલા નવા કેસો નોંધાયા છે. આ પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 5 લાખ 38 હજાર 975 થઇ ગઇ છે. વળી એક દિવસ પહેલા 61 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આ મહામારીની ઝપેટમાં આવીને અત્યાર સુધી 2 હજાર 987 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.