સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલય તરફતી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, “વૃદ્ધ દંપતી ખરેખર મોતના મુખમાંથી પાછા આવ્યા છે.” તેમને ડાયાબિટીસ, હાઈપરટેંશન અને વૃદ્ધત્વ સંબંધિત અન્ય બીમારીઓ હતી. આ વાયરસ મોટેભાગે વૃદ્ધ લોકો માટે ઘાતક ગણાય છે. દંપતી કોટાટ્યામ મેડિકલ કોલેજમાં ભર્તી છે.
અધિકારીઓ અનુસાર, બે અલગ અલગ વીઆઈપી આઈસીયૂ રૂમમાં ભર્તી થવા પર દંપતી બેચેન અને અસહજ થઈ ગયા હતા. બાદમાં તેમને ICUના રૂમમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા જ્યાંથી તે એક બીજાને જોઈ શકે. પ્રેસ રિલીઝમાં પણ એ કહેવામાં આવ્યું છે કે, વૃદ્ધ દંપતી ઘરે પરત જવા માટે અડગ હતા અને તેમણે ભોજનની પણ ના પાડી દીધી હતી, પરંતુ નર્સોએ તેમની દેખભાળ કરી.
જણાવીએ કે, દેશમાં અત્યાર સુધી 1613 લોકો કોરોના વાયરશી સંક્રમિત થઈ ગયા છે અને 35 લોકોના મોત થયા છે. 148 લોકો ઠીક થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મછે, જ્યાં 302 લોકો સંક્રમિત થયા છે. કેરળમાં 241 લોકો આ વાયરસની ઝપેટમાં છે.