Coronavirus Live Updates: ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા હાજર

Coronavirus: લોકડાઉન દરમિયાન ભારતમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા અને તેનું પાલન ન કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Dec 2022 03:06 PM

બ્રેકગ્રાઉન્ડ

Coronavirus Updates: વર્ષ 2020 થી 21 સુધી આખી દુનિયાએ કોરાના મહામારીનું ભયાનક સ્વરૂપ જોયું. તેની ગંભીરતા જોઈને તમામ દેશોએ કડક નિયમો અને નિયમો બનાવવા પડ્યા. તેનું પાલન ન કરનારાઓ પર શિક્ષા...More

સુરત :- શાળાઓમાં કોરોના ગાઈડલાઈન પાલન કરવા આદેશ

સુરતમાં શાળાઓમાં કોરોના ગાઈડલાઈન પાલન કરવા આદેશ અપાયો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને પત્ર પાઠવી આદેશ આપ્યા છે. ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાને શાળાઓમાં બાળકો,શેક્ષણિક સ્ટાફ, બિન શેક્ષણિક સ્ટાફે અમલ કરવા સૂચના આપી છે. શાળાને સેનેટાઈઝ કરવા,હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા સૂચના અપાઈ છે. યોગ્ય રીતે માસ્ક પહેરવા સૂચના અપાઈ છે.