પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 માર્ચ, 2020 રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરશે. જેમાં કોરોના વાયરસને લઈ મુદ્દા અને તેનો સામનો કરવાના પ્રયાસો પર વાત કરશે.
દેશમાં કોરોનાના સૌથી વધુ મામલા મહારાષ્ટ્રમાં
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 151 પર પહોંચી છે. જેમાંથી 25 વિદેશી નાગરિકો છે. સૌથી વધુ મામલા મહારાષ્ટ્રના છે. જ્યાં 41 લોકો કોરોના વાયરસથી સંક્રમિત જણાયા છે. બીજા નંબર પર કેરળ છે.
8000થી વધુ લોકોને ભરખી ગયો કોરોના
કોરોના વાયરસથી વિશ્વભરમાં બે લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. આ બીમારીનો પ્રકોપ ડિસેમ્બરમાં ચીનથી શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 2,00,680 લોકોને ચેપ લાગ્યો છે અને 8000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.