નવી દિલ્હીઃ ભારતમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 499 થઈ ગઈ છે. ગઈકાલે 103 દર્દી સામે આવ્યા છે. અત્યાર સુધી વાયરસથી 10 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 89 લોકો સંક્રમિત છે. અહીં બે લોકોના મોત થયા છે. મહારાષ્ટ્ર બાદ કેરળમાં 60 લોકો સંક્રમિત છે, જ્યારે અહીં એક પણ મોત નથી થયું. આ જીવલેણ વાયરસને રોકવા માટે 30 રાજ્ય લોકડાઉન કરવામાં આવ્યા છે. પંજાબ, મહારાષ્ટ્ર અને ચંદીગઢમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ કર્ફ્યૂ જેવો કડક બંદોબસ્ત છે.


અન્ય રાજ્યોની સ્થિતિ શું છે?

કર્ણાટકમાં 33 સંક્રમિત અને એકનું મોત, યૂપીમાં 30 લોકો સંક્રમિત, દિલ્હીમાં 29 સંક્રમિત અને એકનું મોત, ગુજરાતમાં 29 સંક્રમિત અને એકનું મોત, હિમાચલમાં 3 સંક્રમિત અને એકનું મોત, મહારાષ્ટ્રમાં 89 સંક્રમિત અને 2ના મોત, પંજાબમાં 21 સંક્રમિત અને એકનું મોત અને પશ્ચિમ બંગાળમાં 7 સંક્રમિત અને એકનું મોત થયું છે.

વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 14,500થી વધારે લોકોના મોત થયા છે. પંજાબ સરકારે રાજ્યમાં કર્ફ્યૂ લગાવ્યું છે. કડક પગલા લેવાના મામલે પંજાબ દેશનું પ્રથમ રાજ્ય છે. લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા ન હતા માટે મુખ્યમંત્રી અમરિંદર સિંહે કર્ફ્યૂની જાહેરાત કરી હતી. આ દરમયિાન જરૂરી સેવાઓને છોડીને તમાં સેવાઓ પર પ્રતિબંધ રહેશે.

લોકડાઉનનું ગંભીરતાથી પાલન નથી કર્યા લોકો

પીએમ મોદીએ રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે લોકડાઉનના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય કારણ કે તેમણે કહ્યું કે કેટલાક લોકો તેનું ગંભીરતાથી પાલન નથી કરી રહ્યા. દિલ્હી, મહારાષ્ટ્ર, ઝારખંડ અને નાગાલેન્ડને રાજ્યવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે, જ્યારે બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં અનેક જિલ્લાઓમાં પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે. કેરળ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યો પહેલા જ આંશિક અથવા પૂર્ણ લોકડાની જાહેરાત કરી ચૂક્યા છે. રાજ્ય સરકારોએ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

રેલવે અને હવાઈ સેવા પર પણ પ્રતિબંધ

કોરોના વાયરસથી વધતા ખતરાને જોતા ઘરેલુ ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજે રાત્રે 12 કલાકથી ઉડાનો પર પ્રતિબંધ લાગી જશે. જોકે કાર્ગો ફ્લાઈટ પર પ્રતિબંધ લાગું નહીં થાય. એરલાઈન્સને આજે રાત્રે 12 કલાક પહેલા પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવું પડશે. રેલ સેવા પર પહેલા જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહામારી કોરોના વાયરસે હવે દેશની રેલવે અને હવાઈ સેવા બન્ને પર બ્રેક મારી દીધી છે.