સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવાઓને ધ્યાનમાં રાખતા તેમનું નિવેદન આવ્યું છે કે નોવલ કોરોના વાયરસ હવામાં નથી ફેલાઈ રહ્યો.
ડો. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું, ‘કોવિડ-19ના હવામાં ફેલાવાવના રિપોર્ટ નથી. હજુ સુધી મળતી માહિતીના આધારે કોવિડ-19 મોટેભાગે શ્વાસમાંથી નીકળતા નાના ટીંપા (જેમ કે કોઈ બીમાર વ્યક્તિ જ્યારે છીંકે છે ત્યારે તેમાંથી નીકળતા ટીંપા)અને નજીક રહેવાથી ફેલાઈ છે. માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાથ થોવા અને શ્વસન સ્વચ્છતાની અપીલ કરી રહ્યું છે.’
તેમણે કહ્યું કે, ચીનના અધિકારીઓએ જાણકારી આપી છે કે અપેક્ષાકૃત બંધ વાતાવરણમાં એયરોસોલ ટ્રાન્સમીશન કરી શકે છે. જેમ કે હોસ્પિટલના આઈસીયૂ અને સીસીયૂમાં વધારે સઘતનાવાળા એયરોસોલના સંપર્કમાં આવવાથી.
ડો. પૂનમે કહ્યું, ‘હાલમાં વાયરસના આ રીતે ફેલાવવા વિશે સમજવા માટે વધારે રિસર્ચ અને મહામારી વિજ્ઞાનના આંકડાનું વિશ્લેષણ કરવું જરૂરી છે.’
તમને જણાવીએ કે, ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અત્યાર સુધી 478 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મરનારા લોકોની સંખ્યા નવ સુધી પહોંચી ગઈ છે. આ વાયરસના ફેલાવા અને તેની સારવારને લઈને અનેક પ્રકારના ભ્રમ અને અફવાઓ છે. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સમય સમયે અફવાઓને નકારી કાઢી છે.
દેશની વાત કરીએ તો અહીં લગભગ તમામ રાજ્યોમાં લોકડાઉન છે. રેલ સેવા પણ સંપૂર્ણ બંધ કરવામાં આવી છે. મોટાભાગના રાજ્યોએ ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. વાયરનસા વધતા પ્રકોપને જોતા કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે.