અમેરિકાએ ભારતને લઈ શું કહ્યું
અમેરિકાના વિદેશ વિભાગે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું, અમે ભારતની સાથે ઉભા છીએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને સમર્થન કરીએ છીએ. COVID-19 સામે લડવા અમેરિકા ભારત સાથે ખભેખભો મેળવીને કામ કરશે. ફ્રાંસમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 231 લોકોના મોત થતાં મૃત્યુ આંક 1331 પર પહોંચ્યો છે. ઈટાલીમાં પણ 7500થી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે અને આશરે 70 હજાર લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. લાશોને દફનાવવા માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. સ્પેનમાં 3500થી વધારે લોકોના મોત થયા છે અને 40 હજારતી વધારે લોકો સંક્રમિત છે.
અન્ય દેશોની રાહ પર ચાલતા દક્ષિણ આફ્રિકાએ 26 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. ભારતી જેમ ત્યાં પણ જરૂરી સેવાઓને બાદ કરતાં બજાર બંધ રહેશે. કોરોનાના મામલા વધ્યા બાદ ન્યૂઝીલેન્ડે પણ બુધવારથી લોકડાઉન શરૂ કરી દીધું છે. બ્રિટનમાં કોરોના વાયરસની વણસી રહેલી સ્થિતિને લઈ સોમવારતી લોકડાઉન કરી દેવાયું છે.
આ દેશોમાં પણ છે Lockdown
ભારત ઉપરાંત કુવૈત, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, ડેનમાર્ક, કોલંબિયા, આયર્લેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ, નોર્વે, ચીન, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઈટાલી, સ્પેન, ફ્રાંસ, સ્પેન, જર્મની, સ્લોવેનિયામાં પણ લોકડાઉન છે. અમેરિકાના અનેક રાજ્યોમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જોર્ડનમાં અનિશ્ચિતકાળ માટે લોકડાઉન છે. ઇઝરાયલમાં આંશિક લોકડાઉન છે.
આ દેશોએ સરહદ કરી સીલ
કેનેડાએ તેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. આ ઉપરાંત માલદીવ, લિથુઆનિયા, ઉત્તર કોરિયા, નોર્વે, પેરુ, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, યુક્રેન અને ક્રોશિયાએ પણ સરહદ સીલ કરી દીધી છે.