વિશ્વના દેશોની વાત કરીએ તો ન્યૂઝ એજન્સી એએફનીની ગણતરી અનુસાર ડિસેમ્બરમાં ચીનમાં આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ 181 દેશમાં 4,27,940 કેસ સામે આવ્યા છે અને તેમાંથી 19,246 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી લોકડાઉન છે. એટલે કે લોકો માત્ર જરૂરી સામામ માટે અથવા ઇમરજન્સીમાં ઘરમાંથી બહાર નીકળી શકે છે. સાથે જ બસ, રેલવે, હવાઈ સેવા પણ બંધ છે. પીએમ મોદીએ મંગળવારે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી.
ત્યાર બાદ કોરોના વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા માટે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અધ્ય7તામાં મંત્રી સમૂહની ગઈકાલે બેઠક મળી હતી. બેઠક બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 606 કેસ સામે આવ્યા છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે સ્થિતિને નિયંત્રમમાં કરવા માટે દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે વાયરસનું પરીક્ષણ અને સ્વાસ્થ્ય સેવાને વ્યાપક રીકે પ્રભાવી બનાવવાના ઉપાય સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે, તે અંતર્ગત સ્વાસ્થકર્મીઓ માટે એન95 માસ્ક સહિત અન્ય જરૂરી સુરક્ષા ઉપકરણોની આપૂર્તિને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સાથે જ આ વાયરસના ટેસ્ટ માટે સમગ્ર દેશમાં 29 ખાનગી લેબ અને 1600 સેમ્પલ કલેક્શન કેન્દ્રનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. બીજી બાજુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની દેશભરમાં 118 લેબ કામ કરી રહી છે.