નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર યથાવત છે. સંક્રમણથી નિપટવા માટે કેન્દ્ર તરફથી દેશમાં ક્યાંય પણ કર્ફ્યૂ કે લૉકડાઉન નથી લગાવવામા આવ્યુ, પરંતુ મોટાભાગની રાજ્ય સરકારોએ પોતાના રાજ્યમાં લૉકડાઉન જેવી સખત પાબંદીઓ લાગુ કરી દીધી છે. તેલંગાણામાં આજથી 10 મે સુધી રાજ્યવ્યાપી લૉકડાઉન લાગુ થયુ છે. નાગાલેન્ડમાં 14 મેથી સાત દિવસનુ લૉકડાઉન શરૂ થશે. 


તામિલનાડુ, રાજસ્થાન અને પાંડુચેરીમાં આ સોમવારથી બે અઠવાડિયાનુ લૉકડાઉન શરૂ થયુ છે. કેરાલામાં પણ શનિવારથી નવ દિવસનુ પૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવશે. પૂર્વોત્તરમાં મિઝોરમ સરકારે સોમવારે સાત દિવસ માટે પૂર્ણ લૉકડાઉન લાગુ કર્યુ છે, જ્યારે સિક્કીમમાં લૉકડાઉન જેવી પાબંદીઓ 16 મે સુધી પ્રભાવી રહેશે. 


જાણો તમામ રાજ્યોના હાલ.......


દિલ્હીમાં 19 એપ્રિલથી લૉકડાઉન લાગેલુ છે, અને હવે આને 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે.  
ઉત્તરપ્રદેશમાં પહેલા સોમવાર સવારે સાત વાગ્યાથી કોરોના કર્ફ્યૂ ખતમ થયો હતો, પરંતુ હવે આને વધારીને 17 મે સવારે 7 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે.  
હરિયાણામાં ત્રણ મેથી લાગુ સાત દિવસીય લૉકડાઉનને 17 મે સુધી લંબાવી દેવામાં આવ્યુ છે.
બિહારમાં ચાર મેથી 15 મે સુધી લૉકડાઉન લાગુ છે.  
ઓડિશામાં પાંચ મેથી 19 મે સુધી 14 દિવસનુ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે.  
રાજસ્થાન સરકારે 10 થી 24 મે સુધી લૉકડાઉન લગાવ્યુ છે. જોકે, સંક્રમણ રોકવા માટે ગયા મહિનાથી જ પાબંદીઓ લાગુ છે.
ઝારખંડમાં લૉકડાઉન જેવી પાબંદીઓને 13 મે સુધી લંબાવી દેવામા આવ્યુ છે. 
છત્તીસગઢમાં વીકેન્ડ લૉકડાઉનની જાહેરાત કરવામા આવી છે, જ્યારે પહેલા જિલ્લાધિકારીઓને 15 મે સુધી લૉકડાઉન લંબાવવાની અનુમતિ આપવામાં આવી હતી. 
પંજાબમાં 15 મે સુધી વીકેન્ડ લૉકડાઉન અને રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત પાબંદીઓ લગાવવામાં આવી છે. 
ચંડીગઢમાં તંત્રએ વીકેન્ડ લૉકડાઉન લાગુ કરી દીધુ છે. 
મધ્યપ્રદેશમાં 15 મે સુધી 'જનતા કર્ફ્યૂ' લાગુ છે, ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ છે. 
ગુજરાતમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે આઠ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ છે, અને 36 અન્ય શહેરોમાં 12 મે સુધી દિવસમાં પણ પાબંદીઓ લાગુ છે. 
મહારાષ્ટારમાં પાંચ એપ્રિલથી જ લૉકડાઉન જેવી પાબંદીઓ લાગુ છે. આની સાથે જ લોકોની અવરજવર પર પણ પાબંદી અને કલમ -144 પણ લાગુ છે. આ પાબંદીઓને વધારીને 15 મે સુધી કરી દેવામાં આવી છે.  
પશ્ચિમ બંગાળમાં ગયા અઠવાડિયાથી જ સખત પાબંદીઓ લાગુ, તમામ પ્રકારના જમાવડા પર રોક. 
આસામમાં રાત્રિ કર્ફ્યૂ હવે રાત્રે આઠ વાગ્યાના બદલે સાંજે છ વાગ્યાથી લાગુ. બુધવારે સાર્વજનિક સ્થળો પર લોકોને જવાની રહેશે રોક, રાત્રિ કર્ફ્યૂ 27 એપ્રિલથી સાત મે સુધી હતુ. 
નાગાલેન્ડમાં 30 એપ્રિલથી 14 મે સુધી સખત નિયમોની સાથે આંશિક લૉકડાઉન.
મિઝોરમમાં 10 મેથી સવારે ચાર વાગ્યાથી 17 મે સવારે ચાર વાગ્યા સુધી પૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે.  
અરુણાચલ પ્રદેશમાં શનિવારે સાંજે છ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.
મણીપુરમાં સાત જિલ્લામાં આઠ મેથી 17 મેની વચ્ચે રાત્રી કર્ફ્યૂ રહેશે. 
સિક્કીમમાં 16 મે સુધી લૉકડાઉન જેવી પાબંદીઓ રહેશે. 
જમ્મુ-કાશ્મીરમાં 10 મે સુધી લૉકડાઉન જેવી પાબંદીઓ રહેશે. 
ઉત્તરાખંડ સરકારે 11 મેથી 18 મે સુધી મોટુ કૉવિડ કર્ફ્યૂ લગાવવાનો ફેંસલો કર્યો છે. 
હિમાચલ પ્રદેશમાં સાત મેથી 16 મે સુધી કોરોના કર્ફ્યૂ લાગુ છે. 
કેરાલામાં આઠ મેથી 16 મે સુધી લૉકડાઉન લાગુ. 
તામિલનાડુમાં 10 મે થી 24 મે સુધી લૉકડાઉન રહેશે. 
પાંડુચેરીમાં 10 મેથી 24 મે સુધી લૉકડાઉનનો ફેંસલો કરવામાં આવ્યો છે.