નવી દિલ્હીઃ કોરોના સંકટ (Corona Crisis)ની વચ્ચે જે રીતે રેમડેસિવિર ઇન્જેક્શન (remdesivir injection) માટે દેશમાં મારામારી ચાલી રહી છે અને તેનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે.  તેને લઈને કહેવાય છે કે આ કોરોન દર્દીઓ (Corona Patient) રામબાણ દવા છે અને આ જ કારણ છે કે કોરોના સંક્રમિતોના પરિવારજનો તેના માટે વધારે કિંમત ચૂકવવા પણ તૈયાર છે અને તેનું ખૂબ બ્લેક માર્કેટિંગ થઈ હ્યું છે, પરંતુ શું વાસ્તવમાં એવું છે કે તેને લઈને PIB ફેક્ટ ચેકે ખુલાસો કર્યો છે.


તેના દ્વારા રેમડેસિવિરીના તપાસ કરીને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તેને લઈને દાવા શું છે અને કેટલી જરૂરી છે આ દવા, તેને કેવા દર્દીને આપવી જોઈએ એ તમામ વાતો તેમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.






Myth- રેમડેસિવિર કોવિડ-19 માટે રામબાણ દવા છે.


Fact- remdesivir એક પ્રાયોગિક તપાસ દવા છે જેને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપે છે.


Myth- રેમડેસિવિર કોરોના માટે જીવન બચાવતી દવા છે.


Fact- અભ્યાસ એવું નથી દર્શાવતો કે તેનાથી મૃત્યુ દરમાં કોઈ ઘટાડો થાય છે.


Myth- રેમડેસિવિર કોવિડ-19 માડે લાઈફ સેવિંગ ડ્રગ છે.


Fact- રેમડેસિવિર હોસ્પિટલમાં આપી શકાય પરંતુ ઘર પર ઉપયોગમાં ન લઈ શકાય.


રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને AIIMS ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું હતું કે, આ રેમડેસિવિર કોઈ જાદુઈ દવા નથી અને તેનાથી મૃત્યુદર નથી ઘટતો. તેમણે કહ્યું કે, રેમડેસિવિર માત્ર એવા જ દર્દીઓને આપી શકાય જે હોસ્પિટલમાં દાખલ છે અને જેનું ઓક્સિજન લેવલ એકદમ નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ ઇન્જેક્શન એવા દર્દીને ન આપવું જોઈએ જેમનામાં વાયરસની ખબર ચેસ્ટ એક્સ-રે અથવા સીટી સ્કેનમાં પડે.


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.